Digilocker Whatsapp Service : તમારા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો વોટ્સએપ પર Hi લખી મેસેજ કરો આ નંબર પર

Digilocker Whatsapp Service :- 

અત્યારે ડિજિટલ યુગમાં વિવિધ ડોક્યુમેન્ટ ની અવાર નવાર ઘણી જગ્યાએ જરૂર પડતી હોય છે. ડોક્યુમેન્ટ ની હાર્ડકોપી પોતાની પાસે ન હોવાથી અમુક જગ્યાએ મુશ્કેલી પડતી હોય છે. તો આપણે આ લેખમાં તમારા ડિજિલોકર માં એડ કરેલ તમામ ડોક્યુમેન્ટ તમે તમારા વોટ્સએપ પર ડાઉનલોડ કરી શકો છો. પોતાનું અટકેલ કામ કરી શકો છો. 




Mygov Helpdesk Whatsapp Number :- 

દેશના દરેક નાગરિક ને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા Digitale India ના ભાગરૂપે Mygov Helpdesk સુવિધા શરૂ કરવામાં આવી છે. દેશના દરેક વ્યક્તિ વોટ્સએપ દ્વારા Mygov Helpdesk  પર Digilocker ની સુવિધા નો ઉપયોગ કરી શકે છે.
 



Whatsapp દ્વારા તમે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો તે જાણો :- 


આધારકાર્ડ 
● Pan Card
● Draiving Licence
● વીમા પોલિસી - 2 વ્હીલર
● ધોરણ - 12 ની માર્કશીટ
● વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
● ધોરણ - 10 ની માર્કશીટ
● વાહનને લાગતા એડ કરેલા તમામ ડોક્યુમેન્ટ


આ પણ વાંચો :
 




Mygov Helpdesk Whatsapp Number :- 

સરકાર દ્વારા Mygov Helpdesk Whatsapp Number જાહેર કરવામાં આવ્યો છે. જે વોટ્સએપ નંબર  +919013151515 છે. આ વોટ્સએપ નંબર દ્વારા તમે Mygov helpdesk સુવિધાનો લાભ મેળવી શકો છો. 

Whatsapp દ્વારા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની સ્ટેપવાઈઝ માહિતી :- 

● સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલમાં  +919013151515 આ નંબર સેવ કરવાનો રહેશે. 

● પછી તમારે વોટ્સએપ માં જઈને  Chat ઓપન કરવાનું રહેશે. 

● પછી તમારે ઉપર આપેલ નંબર પર Hi લખીને મેસેજ કરવાનો રહેશે. 

● પછી તમારી સામે એક મેસેજ જોવા મળશે. જે મેસેજમાં બે અલગ અલગ ઓપ્શન હશે.
1. Co-Win 
2. DigiLocker

● પછી તમારે DigiLocker ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે તમારું નામ ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે. 

● પછી તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે. જેમાં તમારું રાજ્ય ક્યાં ક્રમાંક પર છે તે ક્રમાંક લખીને send કરવાનો રહેશે. 

● પછી તમારા વોટ્સએપ મોબાઈલ નંબર પર એક OTP નો SMS આવશે. જે OTP તમારે વોટ્સએપ પર મોકલવાનો રહેશે. 

● પછી એક મેસેજ આવશે. જેમાં તમારે Yes ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમને 12 આંકડાનો આધારકાર્ડ નંબર નાખવાનું કહેવામાં આવશે. 

● પછી તમારે તમારો આધારકાર્ડ નંબર ટાઈપ કરીને Send કરવાનો રહેશે. 

● પછી તમારા આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક OTP આવશે. જે OTP તમારે વોટ્સએપ પર મોકલવાનો રહેશે.

● પછી તમારું સામે ડાઉનલોડ કરવાના ડોક્યુમેન્ટ નું લિસ્ટ આવશે. 

● પછી તમારે જે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવું હોય તે ડોક્યુમેન્ટ નો ક્રમાંક નંબર ટાઈપ કરીને send કરવાનો રહેશે. જેમ કે આધારકાર્ડ આ લિસ્ટમાં 1 નંબર પર હોય તો તમારે 1 લખીને મેસેજ મોકલવાનો રહેશે. 

● પછી તમારા whatsapp પર તમે પસંદ કરેલ ડોક્યુમેન્ટ ની pdf ફાઈલ આવશે. 

● આ રીતે ઉપર આપેલ માહિતી ને અનુસરીને ડોક્યુમેન્ટ તમારા whatsapp પર ડાઉનલોડ કરી શકો છો.

Important Link ::


Technically navin Homepage અહી ક્લિક કરો
ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે અહી ક્લિક કરો
PVC આધારકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

Post a Comment

0 Comments