PVC આધારકાર્ડ માટે ઓર્ડર કરો ઘરે બેઠા: જાણો સંપૂર્ણ માહિતી ઓનલાઈન ફી માત્ર 50 રૂપિયા

PVC Aadhaar Card :- 


આધારકાર્ડ એ આપણું ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આપણને અવાર નવાર આધારકાર્ડ ની જરૂર પડે છે. તેથી આપણે આપણું આધારકાર્ડ પોતાની પાસે એટલે કે પોતાના પાકિટમાં સાથે રાખીએ છીએ. જ્યારે આધારકાર્ડ ની જરૂર લડે ત્યારે તરત આધારકાર્ડ આપી શકીએ છીએ. પોતાની પાસે આધારકાર્ડ રાખવાથી આધારકાર્ડ ફાટી જવાનો અથવા બેવડું વળી જવાનો ભય રહે છે. એવામાં આધારકાર્ડ ઓથોરિટી Udai દ્વારા એક સુવિધા બહાર પાડવામાં આવી છે.  આ સુવિધા દ્વારા તમે ઓનલાઈન 50 રૂપિયા ફી ભરીને PVC આધારકાર્ડ એટલે કે ATM કાર્ડ જેવું ના વળે કે ના ફાટે તેવું આધારકાર્ડ ઓનલાઈન ઘરે બેઠા મંગાવી શકો છો. 



PVC Aadhaar Card Details :- 


● પોસ્ટનું નામ :-  PVC આધારકાર્ડ માટે ઓર્ડર કરો ઘરે બેઠા

● સંસ્થા :- UDAI

● ઓનલાઈન ફી :-  રૂ. 50 /-

● પોસ્ટનો પ્રકાર :-  PVC આધારકાર્ડ માટેની પ્રોસેસ

● ઓફિશિયલ વેબસાઈટ :- https://uidai.gov.in


PVC Aadhaar Card શું છે ?


PVC આધારકાર્ડ એ UDAI દ્વારા શરૂ કરવામાં આવેલ એક પ્રકારની સેવા છે. જે નજીવી ફી ચૂકવીને PVC કાર્ડ પૂરું પાડે છે. આ સુવિધા દ્વારા PVC આધારકાર્ડ એ ATM જેવું એક મજબૂત કાર્ડ છે. જે PVC આધારકાર્ડ ને તમે ખિસ્સામાં કે પાકિટમાં રાખી શકો છો. જે લોકોને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો નોન રજીસ્ટર્ડ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને PVC આધારકાર્ડ ઓર્ડર કરી શકો છો.
 

આ પણ વાંચો : 








PVC આધારકાર્ડ માટેની ફી :- 


આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ઉપયોગ કરીને તમે pvc આધારકાર્ડ માટે ઓર્ડર કરી શકો છો. UDAI દ્વારા PVC આધારકાર્ડ માટે ઓનલાઈન રૂ. 50 /- રૂપિયા ફી ચુકવવાની હોય છે. 


PVC આધારકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની માહિતી :- 


● PVC આધારકાર્ડ માટે ઓર્ડર કરવાની પ્રોસેસ નીચે પ્રમાણે છે. જેને ફોલો કરીને તમે PVC આધારકાર્ડ ઓર્ડર કરી શકો છો. 

● સૌપ્રથમ તમારે UDAI ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે વેબસાઈટ નીચે આપેલ છે. 

● પછી તમારે My Aadhaar મેનુ પસંદ કરવાનું રહેશે. 

● ત્યાં તમારી સામે વિવિધ ઓપ્શન જોવા મળશે. જેમાં તમારે Order Aadhaar PVC Card પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારી સામે Order Aadhaar PVC Card નું બોક્સ ખુલશે. 

● પછી તમારે 12 આંકડાનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. 

● પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો બીજા મોબાઈલ નંબર પર OTP મંગાવી શકો છો. 

● પછી તમારે OTP નાખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારી સામે ઓનલાઈન પેમેન્ટ કરવાનું ઓપ્શન આવશે. જે ઓનલાઈન પેમેન્ટ Credit card / Debit card / Net banking / UPI દ્વારા કરી શકો છો. 

● પછી તમારે પેમેન્ટ ની માહિતી નાખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે રિશીપ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવાની રહેશે. 


PVC આધારકાર્ડ નું સ્ટેટ્સ કઈ રીતે ચેક કરવું તેની માહિતી :- 


● સૌપ્રથમ તમારે UDAI ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

● પછી તમારે My Aadhaar મેનુ પસંદ કરવાનું રહેશે. 

● પછી તમારે Order Aadhaar PVC Card પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારી સામે Check Aadhaar PVC Card Status બોક્સ ખુલશે. 

● પછી તમારે તમારો SRN નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમે તમારું PVC આધારકાર્ડ નું સ્ટેટ્સ ઓનલાઈન જોઈ શકો છો. 


        ****મહત્વપૂર્ણ પ્રશ્નો***


1) આધારકાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

જવાબ :- www.udai.gov.in/

2) PVC આધારકાર્ડ માટે ઓનલાઈન કેટલી ફી ભરવી પડે છે ?

જવાબ :- 50 /- રૂપિયા



Order Aadhaar PVC Card  અહી ક્લિક કરી
PVC કાર્ડ સ્ટેટ્સ ચેક કરો અહી ક્લિક કરી

Post a Comment

0 Comments