સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસએ જાહેર કર્યું છે કે 31 મી માર્ચ , 2023 સુધીમાં કરદાતાના પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક ન કરે તો તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે એટલે કે બંધ કરી દેવામાં આવશે.
31 મી માર્ચ , 2023 બાદ આધારકાર્ડ સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ નો દસ્તાવેજો માં ઉપયોગ કરનારને 10000/- રૂપિયા નો દંડ થઈ શકે છે.
ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યું છે કે જો કરદાતા તેમના આધારકાર્ડ ને 31 મી માર્ચ સુધીમાં લિંક ન કરાવે તો પરમાનેન્ટ એકાઉન્ટ નંબર PAN Card નિષ્ક્રિય થઈ જશે. જે કાર્ડ હોલ્ડર 31 મી માર્ચ , 2022 સુધીમાં તેમના પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે જોડવામાં નિષ્ક્રિય રહ્યા છે તેમને 10000/- રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડશે. આવા કાર્ડ હોલ્ડરો તેમના પાનકાર્ડ 31 મી માર્ચ 2023 સુધી ઉપયોગ કરી શકશે.
આ વિભાગે એમ પણ જણાવ્યું છે કે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે જોડવામાં નિષ્ફળ રહેલી વ્યક્તિ ના પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જતાં પાનકાર્ડ ની તમામ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવશે. કોઈ વ્યક્તિ 31 માર્ચ, 2023 સુધીમાં કોઈ લેટ ફી ચૂકવ્યા વિના પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરી શકશે. જો સ્થગિત થઈ ગયેલા પાનકાર્ડ નો ઉપયોગ કરનાર ઉપર ઈન્કમટેક્ષ એકટ 1961 ની કલમ 272 B મુજબ રૂપિયા 10000/- નો દંડ થઈ શકે છે.
💥 પાનકાર્ડ નિષ્ક્રિય થાય તો તેની શુ અસર થાય ?
👉 જો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય તો વ્યક્તિ મહત્વના નાણાકીય વ્યવહારો કરી શકે નહીં. જેમાં નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક એકાઉન્ટ ખોલી શકે નહીં.
👉 પાનકાર્ડ ધરાકે ભરેલા ઈન્કમટેક્ષ રિટર્નમાં જો રિફંડ મળવાપાત્ર હોય તો તે રિફંડ મળી શકે નહીં.
👉 TDS પણ હવે પાન કાર્ડ નંબરનો ઉપયોગ ન થતા ઊંચા દરે જ ચૂકવવો પડી શકે છે.
👉 PAN Card ધારક આધારકાર્ડ સાથે પાનકાર્ડ ને કોઈપણ પ્રકારની લેટ ફી વિના 31 માર્ચ, 2023 સુધીમાં લિંક કરાવી શકશે.
નોંધ :-
31 મી માર્ચ , 2023 બાદ તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહિ હોય તો પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
💥 PAN Card ને આધારકાર્ડ સાથે લિંક કઈ રીતે કરવું Stape by Stape માહિતી
👉 તમારા પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે તમારે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
👉 ત્યારબાદ તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે PAN Card નંબર અને આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
👉 ત્યારબાદ તમારે નીચે આપેલ Validate બટન પર ક્લિક કરવાનું રહેશે.
👉 જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો નીચે પ્રમાણે મેસેજ તમને જોવા મળશે.
💥 PAN Card Aadhaar card સાથે લિંક છે કે નહીં તેનું Status જોવા માટે નીચે આપેલ સ્ટેપ પ્રમાણે જોઈ શકો છો.
👉 તમારું PAN Card Aadhaar Card સાથે લિંક છે કે નહીં તે જોવા માટે નીચે આપેલ ઓફિશિયલ લિંક પર જવાનું રહેશે.
👉 ત્યારબાદ તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે તમારો PAN Card નંબર અને Aadhaar Card નંબર નાખવાનો રહેશે.
👉 ત્યારબાદ તમારે View Link Aadhaar Status બટન પર ક્લિક કરવાનું રહેશે.
👉 જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો નીચે પ્રમાણે નો મેસેજ તમને દેખાશે.
● Important link
| Link Aadhaar Status | Click hare |
|---|---|
| Link Aadhaar To Pan Card | Click hare |



0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।