ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વૃદ્ધો માટે આવી એક યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જેનું નામ છે - ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના અને નિરાધાર વૃદ્ધ પેંશન યોજના.
યોજનાનું નામ :- ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના
ઉંમર મર્યાદા :- 60 થી 79 વર્ષ
મળવાપાત્ર સહાય :- દર મહિને રૂ. 1000 /- થી રૂ. 1250 /-
સત્તાવાર વેબસાઈટ :- www.sje.gujarat.gov.in
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના 2023 લાભ મેળવવા માટેની લાયકાત :-
● આ યોજનાનો લાભ લેવા માંગતો લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
● લાભાર્થી ની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
● લાભાર્થીની પાસે 0 - 16 આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઈએ.
વૃદ્ધ પેંશન યોજના માટે અરજી કરવાનું સ્થળ :-
● પોતાના જિલ્લા / તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકો છો. વેબસાઈટ - www.digitalgujarat.gov.in/
અરજીપત્રક સાથે જોડવાના ડોક્યુમેન્ટ :-
● શાળા છોડયાનું પ્રમાણપત્ર
આ પણ વાંચો
● ગરીબી રેખા ની યાદીમાં પોતાનું નામ હોય તેવું પ્રમાણપત્ર
● બેંકની પાસબુક
● આધારકાર્ડ
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના હેઠળ મળવાપાત્ર લાભ :-
● આ યોજના અંતર્ગત 60 થી 79 વર્ષના લાભાર્થીને રૂ. 1000 /- ની માસિક સહાય ચુકવવામાં આવે છે.
● 80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીને રૂ. 1250 /- ની માસિક સહાય ચુકવવામાં આવે છે.
આ યોજનાની સહાયની ચુકવણી :-
● આ યોજના અંતર્ગત મળતી સહાય DBT દ્વારા સીધા બેંક ખાતામાં અથવા તો પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે.
આ યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવી શકાય ;-
● આ યોજનાનું અરજીપત્રક નીચે આપેલ વિવિધ જગ્યાએથી મેળવી શકાય છે.
● જિલ્લા કલેકટર કચેરી
મામલતદાર કચેરીમાંથી આ યોજના નું અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકો છો.
● ગ્રામ્ય કક્ષાએથી V.C.E. ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકો છો.
● નીચે આપેલ લિંક પરથી અરજીપત્રક ડાઉનલોડ કરી શકો છો.
● આ યોજનાની અરજી મંજુર / નામંજૂર કરવાની સત્તા મામલતદાર ને સોંપવામાં આવેલ છે.
આ યોજનાની અરજી નામંજૂર થાય તો અરજી માટેની અપીલ :-
● જો તમારી અરજી નામંજૂર થાય તો અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારી ને અરજી માટેની અપીલ કરવાની જોગવાઈ છે.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ની સહાય ક્યારે બંધ થાય :-
● લાભાર્થી નું નામ 0 થી 20 ની બી.પી.એલ. ની યાદીમાંથી દૂર થાય ત્યારેથી
● લાભાર્થી નું અવસાન થાય ત્યારથી
Important Link
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ફોર્મ | અહી ક્લિક કરો |
---|---|
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।