Caller Name Announcer Apps | તમારા મોબાઈલ પર કોનો ફોન આવ્યો છે તેની ઘોષણા કરતી એપ્લિકેશન

અમારા આ આર્ટિકલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે એક સરસ મજાની એક એપ્લિકેશન લાવ્યા છીએ.
આ એપ્લિકેશન ગાડી ચલાવતા ડ્રાઈવર , કોઈ કામ કરતાં વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. 



તમને કોઈપણ વ્યક્તિ ફોન કરે અથવા SMS કરે તો આ એપ્લિકેશન તમારો સંપર્ક કરનારના નામની ઘોષણા કરે છે. જેથી તમે જાણી શકો છો કે તમારો કોણ સંપર્ક કરી રહ્યું છે. 
તમારા મોબાઈલ પર કોઈ ઈનકમિંગ કોલ આવે અથવા  ટેક્સ મેસેજ મળતા જ જેને તમને કોલ કર્યો હોય અથવા મેસેજ કર્યો હોય તેનું નામ જાહેર કરે છે. આ એક ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે. તમે વાહન ચલાવતા હોય ત્યારે કોઈનો ફોન આવે ત્યારે જે વ્યક્તિએ ફોન કર્યો હોય તેના નામની ઘોષણા કરે છે. તમે જો તે આવેલ ફોન ઈમરજન્સી ન હોય તો તમે તે ફોન ન ઉપાડો તો પણ ચાલે. જ્યારે તમે શારીરિક રીતે મર્યાદિત હોવ ત્યારે તમને ઉપકરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવામાં મદદ કરે છે.
 
આ એપ્લિકેશનની વિશેષતા શું છે તે જાણો
 
👉 જ્યારે તમારા મોબાઇલમાં કોઈનો ફોન આવે ત્યારે તમને ફોન કરનાર વ્યક્તિનું નામ સાંભળી શકો છો.

👉 તમારા ફોનમાં આવનારા SMS સંદેશાઓ વાંચી શકે છે. 

👉 WhatsApp પર આવેલ સંદેશાઓ વાંચી શકો છો. 

👉 જો તમે સારી જગ્યાએ ન હોય ત્યારે સાંભળવાની સિસ્ટમને બંધ કરી શકો છો. 

👉 આ કોલર આઈડીની સુવિધા તમારા મોબાઈલ પર આવેલ અજાણ્યા નંબરને ઓળખે છે. 

👉 જેથી તમે જાણી શકો છો કે તમને કોણે ફોન કર્યો છે. પછી તે નંબર તમારા મોબાઇલમાં એડ ના પણ હોય . 

👉 જ્યારે તમે ડ્રાઇવિંગ કરતાં હોય ત્યારે , કામ કરતાં હોય ત્યારે અથવા અન્ય વસ્તુઓ કરતાં હોય ત્યારે આ Android App ખૂબ જ ઉપયોગી છે.
 
👉 કોઈપણ વપરાશકર્તા માટે આ App બિલકુલ ફ્રી છે. 

👉 આ એપને અંધ અથવા દ્રષ્ટિહીન વપરાશકર્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે.

જ્યારે કોઈ યુઝર્સ ગાડી ચલાવતા હોય અથવા કોઈપણ અગત્યનું કામ કરતાં હોય ત્યારે તેમણે કોઈ ફોન આવે અને તે ફોન તમે ઉપાડી ન શકો તે માટે આ એપ બનાવવામાં આવી છે. 

👉 તમને ટેક્સ સંદેશાઓ મોકલનાર વ્યક્તિના નામની જાહેરાત કરે છે. 

👉 તમને SMS મોકલનારા નંબરોને ઓળખવામાં મદદ કરે છે. 

આ એપ સતત કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ખુબ જ ઉપયોગી છે. 

આ એપનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણો
 
👉 સૌથી પહેલા તમારા ફોનમાં આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો.

 
👉 આ એપ્લિકેશન Google Play Store પર Android વપરાશકર્તાઓ માટે બિલકુલ મફત છે.
 
👉 જ્યારે તમે એપ્લિકેશન ખોલશો ત્યારે વિનંતી કરેલ પરવાનગીને મંજૂરી આપવાની રહેશે. 

👉 મંજૂરી આપ્યા પછી તમારે આ એપની સ્પીચ ટેસ્ટ કરવાની રહેશે. 

👉 સ્પીચ ટેસ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 
👉 ક્લિક કરશો એટલે અવાજ આવશે. પછી સફળતાનો સંદેશ આવશે. અને તેને હા પાડવી પડશે. 

👉 પછી મુખ્ય વિન્ડોમાં Call, Audio, SMS અને WhatsApp સહિતના વિકલ્પો જોવા મળશે.

👉 આ વિકલ્પો પર જઈને તમારે ઓડિયો સેટિંગ પર જઈને સ્પીચ રેટ, પિચ અને વોલ્યુમ સેટ કરવાના રહેશે. 

👉 તમે અમુક સેટિંગ બદલી શકતા નથી.
 
👉 તમે કોલ સેટિંગમાં કોલરનું નામ કેટલીવાર સાંભળવા માંગો છો તે સેટ કરી શકો છો. 

👉 SMS સેટિંગ પણ બદલી શકો છો. 

👉 WhatsApp સેટિંગમાં કેટલીક એક્સેસ ને મંજૂરી આપવી પડશે. 

👉 પછી Ok કર્યા પછી WhatsApp SMS ની જાહેરાત ચાલુ થશે. 

આ પણ વાંચો :- 

Post a Comment

0 Comments