ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, યુવાનો દેશ વિદેશમાં ચાલી રહેલા તમામ પ્રવાહોથી અપડેટ રહે અને તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર અને માહિતી સભર બને તેવી વડાપ્રધાનને તેમને પાર પાડવા ગુજરાત સરકારે આ કવિઝ રૂપી અભિયાન વર્ષ 2022 થી ચાલું કર્યું છે.
આગામી 10 અઠવાડિયા સુધી ચાલતી દેશની સૌથી મોટી કવિઝ સ્પર્ધામાં રાજકોટ ખાતેથી 2737 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. એક હોલમાંથી 51000 થી વધુ સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા.
Gujarat Gyan Guru Quiz (g3q 2.0) :-
ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ નું ધ્યેય વિદ્યાર્થીઓ ના ઉત્સાહ માં અભિવૃદ્ધિ કરવાનું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે. સવાલ - જવાબની પરંપરા એ આપણા ભારત દેશની પ્રાચીન પરંપરા રહી છે. ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ આ પરંપરા ને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે. આ કવિઝ માહિતી સભર અને ફ્યુચર રેડી ભાવિ પેઢી તૈયાર કરવાનું એક દુરંદેશી ભર્યું પગલું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ નો શુભારંભ :-
● તા. 24/12/2023
● સમય ;- બપોરે 1:00 કલાકે
● સ્થળ :- રાજકોટ (ગુજરાત)
ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટેની યોગ્યતા :-
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 , કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યના અન્ય કેટેગરીના તમામ પ્રજાજનો ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં નોંધણી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.
Gujarat Gyan Guru Quiz (g3q 2.0) Registration 2024 :-
● આ કવિઝની જાહેરાત 24 ડિસેમ્બર, 2023 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ ખાતે થી કરવામાં આવી છે.
● Gujarat Gyan Guru Quiz માં Registration કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
● પછી Registration ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે. જેમાં તમારે માગેલ માહિતી અપલોડ કરવાની રહેશે.
● તમામ પ્રોસેસ કર્યા પછી તમારા મોબાઈલ માં User Id અને Password text મેસેજ દ્વારા તમને મોકલવામાં આવશે. જેના દ્વારા લોગીન કરીને તમેં આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો.
Important Link
Gujarat Gyan Guru Quiz Registration | Click Hare |
---|---|
Whatsapp Group Joine | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।