Mahila Samrudhi yojana : મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ, અરજી કેવી રીતે કરવી

Mahila Samrudhi Yojana : મહિલા સમૃદ્ધિ યોજના :- 

મિત્રો આ આર્ટિકલ માં તમારું સ્વાગત છે. ભારત દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં મહિલા અને બાળ વિકાસ માટે અનેક યોજનાઓ ચાલુ છે. જેમ કે , વહાલી દીકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના વગેરે...




Mahila Samrudhi Yojana :- 


આજે આપણે મહિલાઓ ને સમૃદ્ધિ તરફ લઈ જતી યોજના વિશે માહિતી મેળવીશું. જેનું નામ છે - મહિલા સમૃદ્ધિ યોજના. 
મહિલા સમૃદ્ધિ યોજના એ એક સરકારી યોજના છે. મહિલા સમૃદ્ધિ યોજના નો મુખ્ય હેતુ  મહિલા કે જે પછાત અને ગરીબ પરિવાર માંથી આવે છે તેમને આર્થિક લાભ આપવાનો છે. અથવા તો આર્થિક સહાય કરવાનો છે. મહિલા સમૃદ્ધિ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય પછાત વર્ગ  નાણાં અને વિકાસ નિગમના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. 


Mahia Samrudhi Yojana મહિલા સમૃદ્ધિ યોજના Details :- 



યોજનાનું નામ મહિલા સમૃદ્ધિ યોજના
વિભાગ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
મળવાપાત્ર સહાય વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ
લાભાર્થી ગુજરાત પછાત વર્ગની મહિલાઓ
હેલ્પ લાઈન નંબર (079) 23257559




મહિલા સમૃદ્ધિ યોજના નો મુખ્ય હેતુ :- 


મહિલા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય હેતુ પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લઘુ સ્તરીય ધિરાણ યોજના.આ યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓ પોતાની પસંદગી નો ધંધો કરી શકે છે. 


મહિલા સમૃદ્ધિ યોજના માટે યોગ્ય લાયકાત :- 


● અરજદાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ. 

● અરજી કરતી વખતે અરજદારની ઉંમર 21 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 


Also Read :








● અરજદાર ના કુંટુંબની વાર્ષિક આવક Rs. 300000 /- થી વધુ ના હોવી જોઈએ. 


મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મળવાપાત્ર લાભો :- 


● મહિલા સમૃદ્ધિ યોજના માં સૌથી વધુ રૂ. 1.25 લાખ સુધીની લૉન આપવામાં આવે છે. 

● મહિલા સમૃદ્ધિ યોજના માં વ્યાજદર 4 % પ્રતિ વર્ષ છે. 

● મહિલા સમૃદ્ધિ યોજના માં લૉન 48 માસિક હપ્તામાં પરત જમા કરાવવાની હોય છે. જેમાં વ્યાજનો પણ સમાવેશ થાય છે. 


મહિલા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 


● શાળા છોડયાનું પ્રમાણપત્ર
● જાતિનો દાખલો
● અભણ અરજદાર ના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર
● આધારકાર્ડ
● રેશનકાર્ડ
● રહેઠાણ ના પુરાવા માટે ચૂંટણીકાર્ડ / લાઈટ બિલ
● અનુભવ તાલીમનું પ્રમાણપત્ર (મરજિયાત)
● દૂધ સહકારી મંડળી નો દાખલો (ફક્ત પશુપાલન ના ધંધા માટે)
● બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની ઝેરોક્ષ



મહિલા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી :- 


● સૌપ્રથમ તમારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે વેબસાઈટ નીચે પ્રમાણે આપેલ છે. 

● તેમાં તમારે યોજના પસંદ કરીને જમણી બાજુએ Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે ફોર્મ માં માગેલ તમામ વિગતો ભરીને ફોર્મને સબમિટ કરવાનું રહેશે. 

● તમે ફોર્મ ભર્યા પછી સ્ક્રિન પર તમારી સામે Confirmation No.  જોવા મળશે. જે કન્ફોર્મેશન નંબર તમારે સાચવીને તમારી પાસે રાખવાનો રહેશે. 

● તમે કરેલ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરવા માંગતા હોય તો તમારે Edit Application બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. તે માટે તમારે Menu બટન પર જઈને Upload Photo  ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 
● ત્યારબાદ તમારે માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 

● પછી તમારે તમે ફોર્મમાં ભરેલ તમામ વિગતો ચેક કરીને Confirm Application બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● તમે ભરેલ ફોર્મની પ્રિન્ટ ભવિષ્યમાં કામ માટે તમારી પાસે રાખવાની રહેશે. 


Important Link (મહત્વપૂર્ણ લિંક):- 




Homepage Click Hare
Mahila Samrudhi Yojana Official Website Click Hare

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।