મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારત સરકાર દેશની તમામ બેરોજગાર યુવતીઓ ને સ્વરોજગાર શરૂ કરવા માટે કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ ધોરણ 8 પાસ છે અને બેરોજગાર છે. તેમને રોજગાર શરૂ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત ધંધો કરનાર ને સરકાર દ્વારા લૉન આપવામાં આવે છે. આ લૉન લેનાર વ્યક્તિને સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. આ આર્ટિકલ માં આપણે PMEGP Loan yojana માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની વિગતવાર તમામ માહિતી મેળવીશું. તો આ આર્ટિકલ છેક અંત સુધી વાંચવા વિનંતી.
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના 2024 વિગતવાર માહિતી :-
યોજનાનું નામ | પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના 2024 |
---|---|
યોજનાની શરૂઆત | ભારત સરકાર દ્વારા |
યોજનાનો લાભ | 10 લાખ સુધીની લૉન અને લૉન પર સબસિડી |
યોજનાના લાભાર્થી | દેશમાં નવો વ્યવસાય શરૂ કરનાર વ્યક્તિઓ માટે |
અરજીનો પ્રકાર | online |
પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના 2024 :-
દેશમાં ઘણા લોકો એવા છે કે જેમને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે પણ પોતાની પાસે પૈસાની સગવડ નથી તેવા વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લૉન આપવામાં આવે છે અને આ લૉન પર 25 થી 35 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે.
PMEGP Loan Yojana ના ફાયદા / લાભ :-
- આ યોજના દ્વારા નાના અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને રોજગારી આપવામાં આવશે.
- આ યોજના અંતર્ગત મળેલ લૉન પર ગ્રામ્ય વિસ્તાર માટે 35 ટકા અને શહેરી વિસ્તાર માટે 25 ટકા સુધી લૉન આપવામાં આવે છે.
Read Also :-
- આ યોજના અંતર્ગત વ્યક્તિને 2 લાખ થી 10 લાખ સુધીની લૉન આપવામાં આવે છે.
- આ યોજના અંતર્ગત લોન પર નિયમોનુસાર સબસિડી આપવામાં આવે છે. વિવિધ કેટેગરીના લોકો માટે અલગ અલગ સબસિડી આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ દેશના યુવાનો અને ઉધોગપતિઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લઈ શકે છે.
PMEGP Loan Yojana માટેની યોગ્યતા / પાત્રતા :-
આ યોજનાનો લાભ લેવા માટે અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે પ્રમાણે છે. -
- આ યોજના માટે અરજી કરનાર અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ.
- અરજદાર માટે બેઝ ઈન્ડસ્ટ્રી હોવી જોઈએ.
- આ યોજના દ્વારા વ્યવસાય માટે લેવામાં આવેલ જમીન પર બીજા કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- અરજદાર નું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું આવશ્યક છે.
PMEGP Loan Yojana માટેના જરૂરી દસ્તાવેજો / Document :-
આ યોજના માટે અરજી કરનાર અરજદાર પાસે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- બેંક પાસબુક
- માર્કશીટ
- પ્રોજેક્ટ રિપોર્ટ સારાંશ
- અરજદારની માગેલ Basic Details
પ્રધાનમંત્રી રોજગાર સર્જન લૉન યોજના માટે અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
- આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
- તમે સત્તાવાર વેબસાઈટ પર જશો એટલે તમારી સામે એક ઓનલાઈન ફોર્મ ખુલશે. જે ફોર્મમાં માગેલ માહિતી દાખલ કરવાની રહેશે.
- માગેલ તમામ માહિતી ભર્યા પછી તમારે ડેટાને Save કરવાનો રહેશે. ફૉર્મ ને સેવ કરશો એટલે તરત જ તમને ID અને Passward મોકલવામાં આવશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે. પછી તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો, જાતિનો દાખલો, આધારકાર્ડ, જરૂરી લાયકાત ધરાવતા ડોક્યુમેન્ટ વગેરે માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમને જરૂરી માહિતી પૂછવામાં આવશે. તે તમારે ભરવાની રહેશે.
- માગેલ તમામ માહિતી ભર્યા પછી, EDP માહિતી ભર્યા પછી તમારે ફોર્મને સબમિટ કરવાનું રહેશે.
- આ રીતે તમે તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ કરીને ભરી શકો છો.
Important Link (મહત્વપૂર્ણ લિંક) :-
Hamepage | Click Hare |
---|---|
Apply Now | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।