વિધવા સહાય યોજના : ગંગા સ્વરૂપ બહેનોને મળશે દર મહિને સહાય,ફોર્મ ડાઉનલોડ કરો ઓનલાઈન

વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય : -





મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાંની એક યોજના છે વિધવા સહાય યોજના. આ યોજના હેઠળ વિધવા બહેનોને મદદ માટે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના દ્વારા દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના નું ફોર્મ કઈ રીતે અને ક્યાંથી મેળવવું, આ યોજનાના લાભ માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે,  આ યોજનામાં કેટલી સહાય મળશે તેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો આ લેખ છેક અંત સુધી વાંચવા વિનંતી. 


વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ની વિગતવાર માહિતી :- 



યોજનાનું નામ વિધવા સહાય યોજના
આ યોજના હેઠળ મળતી સહાય દર મહિને રૂ. 1250 ની સહાય
લાભાર્થી કોઈપણ વિધવા બહેનો
ફોર્મ ક્યાંથી મેળવવું મામલતદાર કચેરી/કલેક્ટર કચેરી
અમલીકરણ કલેક્ટર કચેરી




વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના) :- 


ગુજરાત સરકારના Woman and Child Development Department (WCD) દ્વારા નિરાધાર વિધવા બહેનો સમાજમાં સમ્માન પૂર્વક જીવી શકે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્યથી ગંગા સ્વરૂપ યોજના દ્વારા દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. વિધવા બહેનોને પોતાનો પુત્ર 21 વર્ષથી વધુ ઉંમરનો હોય તો આ યોજનાનો લાભ મળે છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઈન્દીરા ગાંધી નેશનલ વિન્ડો પેંશન સ્કીમ યોજના ચલાવવામાં આવે છે. 

Read Also :- 







વિધવા સહાય યોજના હેઠળ મળતી આર્થિક સહાય :- 


વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને દર મહિને બેંક ખાતામાં સીધા DBT દ્વારા રૂ. 1250 જમા કરવામાં આવે છે. વિધવા સહાય  મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થાય તો સરકાર ની ગુજરાત સામુહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના હેઠળ વારસદાર ને રૂ. 1,00,000 /- મળવાપાત્ર રહેશે. 


વિધવા સહાય યોજના માટેની પાત્રતા/ધોરણો :- 


  • આ યોજના હેઠળ સહાય મેળવવા લાભાર્થી નીચે મુજબની પાત્રતા ધરાવતી હોવી જોઈએ.  

  • 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની વિધવા બહેનો આજીવન આ યોજના હેઠળ આર્થિક સહાય મેળવી શકે છે. 

  • વિધવા સહાય યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક રૂ. 1,20,000 /- અને શહેરી સ્તરે કુટુંબ ની વાર્ષિક આવક 1,50,000 /- નક્કી કરવામાં આવી છે. 


વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :- 


  • પતિના મરણ નો દાખલો
  • રેશનકાર્ડ ની નકલ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • સક્ષમ અધિકારી નો આવકનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • અરજદારની ઉંમરના પુરાવા
  • Passport Size ના Photo
  • Bank અથવા Post Passbook ની ઝેરોક્ષ
  • પુન: લગ્ન કરેલ નથી તેવું તલાટી પાસેથી લાવેલ પ્રમાણપત્ર


વિધવા સહાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી :- 


  • વિધવા સહાય યોજનાનું ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે ભરી શકાય છે. 

  • તમે વિધવા સહાય યોજનાનું ફોર્મ Digitale Gujarat વેબસાઈટ પરથી તમારી ગ્રામ પંચાયત નો સંપર્ક કરીને ઓનલાઈન ભરી શકો છો.
 
  • આ ઉપરાંત વિધવા સહાય યોજનાનું ફોર્મ કલેક્ટર કચેરી /મામલતદાર કચેરી માંથી મેળવીને ભરી શકો છો. 

  • આ ફોર્મ ભરીને માગેલ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડીને કલેક્ટર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 



વિધવા સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર :- 


વિધવા સહાય યોજના માટેની કોઈપણ માહિતી માટે નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને મેળવી શકો છો. 

Toll Free No. - 18002335500



વિધવા સહાય યોજના માટેની શરતો :- 



  • વિધવા સહાય યોજના વિધવા લાભાર્થી ઓને દર વર્ષે જુલાઈ મહિનામાં પુન: લગ્ન કર્યા નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર સબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું હોય છે.

  • વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા માટે લાભાર્થી એ કુટુંબ ની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે. 


Important Link :- 




Homepage અહી ક્લિક કરો
વિધવા સહાય યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Latest Update મેળવવા માટે Whatsapp Group માં Joine થવા માટે અહી ક્લિક કરો


FAQ

👉 Question . 01 

વિધવા સહાય યોજના હેઠળ વિધવા બહેનોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

Ans. : રૂ. 1250 /- દર મહિને

👉 Questions . 02

વિધવા સહાય યોજનાની માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર કયો છે ?

Ans. : 18002335500

મિત્રો આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.


👉 આવી અનેક Latest માહિતી મેળવવા માટે Technicallynavin ની મુલાકાત લેવા વિનંતી છે. 

Post a Comment

0 Comments