Voter List 2024 : મતદાર યાદી 2024 જાહેર , તમારા વિસ્તારની મતદાર યાદી ડાઉનલોડ કરો તમારા મોબાઈલમાં

મતદાર યાદી 2024, Voter List 2024 :- 


  • આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ આર્ટિકલ માં આપણે મતદાર યાદી વિશે માહિતી મેળવીશું. લોકસભાની ચૂંટણી ને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. લોકસભા 2024 ની ચૂંટણીમાં કોણ કોણ મતદાન કરી શકશે તે માટેની મતદાર યાદી 2024 બહાર પાડવામાં આવી છે. 




  • નવી મતદાર યાદીમાં જેમનું નામ હશે તે લોકસભા 2024 ની ચૂંટણીમાં પોતાનું મતદાન કરી શકશે. અત્યારે નવી જાહેર કરાયેલી નવી મતદાર યાદીમાં કુલ 96.8 કરોડ મતદારો નોંધાયેલા છે. મતદાર યાદીમાં તમારું નામ કઈ રીતે ચેક કરવું, નવી મતદાર યાદી કઈ રીતે ડાઉનલોડ કરવી તેના વિશેની વિસ્તૃત માહિતી આ લેખમાં આપવામાં આવી છે. તો આ લેખ છેક અંત સુધી વાંચવા વિનંતી છે. 


Voter List 2024 :- 


  • 2024 ની લોકસભાની ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો છે. ઈલેક્શન કમિશને જણાવ્યું હતું કે નવી મતદાર યાદીમાં 18 થી 29 વર્ષની વયજુથ ના લગભગ 2 કરોડ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે. 2019 ની લોકસભાની ચૂંટણીની સરખામણી એ વર્ષ 2024 માં 6 % જેટલા નવા મતદારો નોંધાયા છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં 89.6 કરોડ મતદારો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2024 માં વધીને 96.8 કરોડ મતદારો નોંધાયા છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં પુરુષ મતદારો 46.5 કરોડ નોંધાયા હતા. જ્યારે 2024 ની લોકસભાની ચૂંટણીમાં પુરુષોની સંખ્યા વધીને 49.7 કરોડ મતદારો નોંધાયા છે.

 

તમારા વિસ્તારની મતદાર યાદી કઈ રીતે ડાઉનલોડ કરવું : How to Download Voter List 2024 :- 



  • નવી મતદાર યાદી 2024 માં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું અથવા તમારા ગામ,  વિસ્તારની મતદાર યાદી કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી નીચે સ્ટૅપ બાય સ્ટેપ આપવામાં આવી છે. નીચે આપેલ માહિતી ને અનુસરીને તમે નવી મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો અને નવી મતદાર યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો. 



Read Also :- 









  • 👉🏿 નવી મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

  • 👉🏿 તમે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે District (જિલ્લો), Assembly Constituency , Select Language, Captcha દાખલ કરવાનો રહેશે. 

  • 👉🏿 ત્યારપછી તમારી સામે તમે સિલેક્ટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના બુથવાઈઝ મતદાર યાદી નું લિસ્ટ જોવા મળશે. 

  • 👉🏿 તેમાં તમે જે ગામ, વિસ્તાર, કે બુથની મતદાર યાદી ડાઉનલોડ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. 

  • 👉🏿 તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરતા જે તે બુથમાં  નોંધાયેલા મતદારોની યાદી તમારી સામે જોવા મળશે. 



મતદાર યાદીમાં તમારી વિગતો કઈ રીતે ચેક કરવી તેની માહિતી :- 



  • 👉🏿 સૌપ્રથમ તમારે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. 

  • 👉🏿 પછી તમારી સામે એક પેજ ખોલશે. જેમાં તમારે તમારું રાજ્ય, તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. 

  • 👉🏿 પછી તમારે માગેલ માહિતી દાખલ કરીને કેપ્ચા કોડ ભરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. 

  • 👉🏿 તમે સર્ચ બટન પર ક્લિક કરશો એટલે તમારી મતદાર યાદી ની વિગત જોવા મળશે. 



મહત્વપૂર્ણ લિંક - Important Link :- 



Homepage અહી ક્લિક કરો
તમારા વિસ્તારની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મતદાર યાદીમાં તમારી વિગતો સર્ચ કરવા માટે અહી ક્લિક કરો

Post a Comment

0 Comments