તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થાઈરૉઈડ , કોલેરા અને પેટને સબંધિત બીમારીઓ દૂર કરી શકાય છે. પાણી શુદ્ધ કરવાની એડવાન્સ પશ્ચિમી પરંપરા કરતાં પરંપરાગત હિન્દુ માર્ગ ખૂબ જ સારો હતો અને છે, એમ આ અંગે થયેલું એક સંશોધન કહી રહ્યું છે.
અગાઉ આપણે જે તાંબાના વાસણોનો ઉપયોગ પાણી જાળવવા માટે કરતાં હતા. તેનું એક કારણ એ પણ હતું કે તાંબાના વાસણમાં ભરેલું પાણી બેક્ટેરિયા રહિત થઈ જાય છે, એવું હવે સાબિત થયું છે ત્યારે આપણાં વડીલોની સ્વસ્થ જીવનશૈલી માટેના જ્ઞાનને સલામ કરવાનું મન થઈ જાય છે.
ઇન્ડો - ઓસ્ટ્રેલિયન સંશોધકોએ સંશોધન બાદ એવું તારણ કાઢ્યું છે કે તાંબાના વાસણમાં ભરી રાખેલું પાણી 24 કલાકની અંદર બેક્ટેરિયા રહિત થઈ જાય છે. ખાસ કરીને તેમાં રહેલા સ્વાસ્થ્ય માટે ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે અથવા તો તેઓ નિષ્ક્રિય થઈ જાય છે.
ત્યારબાદ એવું પણ સંશોધન કરાયું કે આ નિષ્ક્રિય થઈ ગયેલા બેક્ટેરિયા કોઈ વ્યક્તિ પાણી પીવે ત્યારે ફરીથી સક્રિય થઈ જાય છે કે નહીં ? તે માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી ઉંદરોને પીવરાવવામાં આવ્યું પરંતુ તેઓમાં કોઈ ઇન્ફેક્શન પાણીમાં રહેલા બેક્ટેરિયાને કારણે થયા નહીં.
આ અંગે સંશોધન કરનારાઓમાંના એક, ડો. રીતિ શરને કહ્યું કે તાંબુ પાણીની અંદર રહેલા બેક્ટેરિયા સામે આક્રમણ કરે છે અને તેમને હાનિ પહોચાડે છે અને તેને કારણે આવા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડનારા બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે. આ માટે તાંબાને 24 કલાકનો સમય જોઈએ છે. સાથે જ ભારત જેવા દેશમાં કેટલાક સ્થળોએ જ્યાં શુદ્ધ પીવાનું પાણી એક સ્વપ્ન બની જાય છે ત્યાં આ તાંબાના પાત્રમાં પાણી રાખવાની ભારતીય પરંપરા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ઇન્ફેક્શનથી બચી શકાય છે. ડો. શરનની સાથે ઇન્ડો- અમેરિકન રિસર્ચ ટીમમાં ડો. સંજય છીબ્બડ અને ડો. રોબર્ટ રિડાનો સમાવેશ થાય છે. આ સંશોધકોએ એવું પણ તારણ કાઢ્યું છે કે સલમોનેલા ટાયફી , સલમોનેલા ટાઈફીમુરીયમ , વાઇબ્રિઓ કોલેરા અને ઇ કોલી જેવા બેક્ટેરિયા સામે તાંબાના પાત્રમાં રાખેલું પાણી રક્ષણ આપે છે. જો કે આ તાંબાનું પાત્ર પાંચ ટકા જસત મિશ્રિત 95 ટકા તાંબાવાળું હોવું જોઈએ. આ સંશોધન જે પાત્રમાં કરવામાં આવ્યા તે 99 ટકા તાંબાના પાત્ર હતા, એમ પણ ડો. શરને ઉમેર્યું હતું.
💥 સાંધાના વા અને દુખાવાને દૂર કરે છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી જેને સાંધાના દુખાવા અને વા ની તકલીફ હોય તેમણે ઘણો ફાયદો થાય છે. તાંબામાં એવા ગુણો હોય છે જે શરીરમાં યુરિક એસિડ ને ઓછું કરે છે અને સાંધાના વા અને દુખાવાની સમસ્યાને દૂર કરે છે.
સાંજે તાંબાના વાસણમાં રાખેલું પાણી સવારમાં પીવાથી ત્વચાને ચમકદાર બનાવે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીથી આંખો અને મોઢું ધોવાથી ઘણો ફાયદો થાય છે. અને તમામ પ્રકારની ત્વચાની સમસ્યાઓ મટી જાય છે.
આર્યુવેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.
આમ , આપણે તાંબાના વાસણમાં સાંજે પાણી ભરીને મૂકી દેવું જોઈએ અને સવારમાં નરણે કોઠે પીવું જોઈએ જેનાથી શરીરમાં નાના-મોટા રોગોથી બચી શકાય છે અને શરીર સ્વાસ્થ્ય સારું રહે છે.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।