સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી (Sukanya Samrudhhi Yojana Details)

            સુકન્યા સમૃદ્ધિ યોજના 22 મી જાન્યુઆરી , 2015 માં માતા-પિતાને પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત અને પોત્સાહિત કરવાના ઉદેશ્યથી શરૂ કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના શરૂ કરી હતી.


"બેટી બચાઓ બેટી પઢાઓ" ઝુંબેશ માટેની આ યોજના દીકરીના પિતાને દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચ પહોચી વળવા માટેની આ યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીના જન્મથી લઈને 10 વર્ષની થાય તે પહેલા કોઈપણ સમયે માતા-પિતા પોસ્ટ ઓફિસ અથવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં ખાતું ખોલાયા પછી 21 વર્ષ સુધી કાર્યરત હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરી 18 વર્ષ થાય ત્યારે કુલ રકમના 50 ટકા રકમ ખાતામાંથી ઉપાડી શકે છે. 
                સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત દીકરીનું જ ખાતું ખોલાવવાની  મંજૂરી છે. આ યોજનામાં ખાતું ખોલાવતી વખતે બાળકીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ યોજનામાં ખાતું ખોલાવતી વખતે બાળકીના જન્મનો પુરાવો ફરજિયાત છે. માતા-પિતા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકે છે. માતા -પિતા બે દીકરી માટે બે ખાતા ખોલાવી શકે છે. જો પ્રથમ અથવા બીજી ડિલિવરીથી જોડિયા દીકરીઓ હોય તો આ યોજનામાં માતા-પિતા ત્રીજું ખાતું ખોલાવી શકે છે, જો તેમને બીજી પુત્રી હોય. 

💥 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવા માટેના દસ્તાવેજો :- 

> સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 
> બાળકીનું જન્મનું પ્રમાણપત્ર
> માતા-પિતા નો ઓળખનો પુરાવો જેમકે પાસપોર્ટ, પાનકાર્ડ, ચૂટણી કાર્ડ, આધારકાર્ડ વગેરે. 

>  💥 સુકન્યા સમૃદ્ધિ યોજના ખોલવા માટેનું ફોર્મ >>> CLICK HARE

💥 સુકન્યા સમૃદ્ધિ  યોજનામાં ન્યૂનતમ થાપણ :-

💥 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછી 250 રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. 

💥 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહતમ થાપણ :- 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એક વર્ષમાં ખાતા દીઠ ખાતામાં મહતમ રકમ 1.5 લાખ રૂપિયા સુધી ભરી શકે છે. 

💥 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજદર :-

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વ્યાજદર ભારતના નાણાં મંત્રાલય દ્વારા સમયાંતરે સૂચિત કરવામાં આવે છે.

 નાણાકીય વર્ષ 2021-22 ના Q3 માટે વ્યાજદર પ્રતિવર્ષ 7.6 % છે અને આ વ્યાજ વાર્ષિક ધોરણે સંયોજન કરવામાં આવે છે. 

💥 જમા કરવાની આવધિ :- 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાની તારીખથી થાપણો 14 વર્ષ સુધી ભરી શકાય છે. આ સમયગાળા પછી ખાતામાં લાગુ વ્યાજદરો મુજબ જ વ્યાજ મળશે. 

💥 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કર લાભ :- 

હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા કરવામાં આવેલી કોઈપણ રકમને IT એક્ટ , 1961 ની 80C હેઠળ મહતમ INR 1.5 લાખ સુધી કરમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. 

આ યોજનાની પરિપક્વતા અને વ્યાજની રકમને મુક્તિ આપવામાં આવી છે. 

💥 સુકન્યા યોજનામાં નાણાં જમા કરાવવાની રીત :- 

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા રોકડમાં અથવા ચેક સબમીટ કરીને અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ થી નાણાં જમા કરી શકાય છે. 

       આમ , ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધે અને પ્રગતિ કરે તે હેતુથી સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી અનેક યોજનાઓ બહાર પડી છે. આ યોજનામાં દીકરીના પિતા થોડી થોડી રકમ દીકરીના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા કરી શકે છે. જે રકમ દીકરીના લગ્ન વખતે અથવા ભણતર વખતે 18 વર્ષે આ યોજનાના ખાતામાંથી 50 % રકમ ઉપાડી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાંથી પૂરેપૂરી રકમ 21 વર્ષે ઉપાડી શકાય છે. આમ આ દીકરી માટે એક નાની બચત યોજના છે. જેનો દરેક દીકરીના માતા-પિતા એ લાભ લેવો જોઈએ. 



Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।