Voter ID Card Aadhar Card Link : ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા સરકાર દ્વારા 1 વર્ષ વધારવામાં આવી

Voter ID Card Aadhaar Card Link (ચૂંટણીકાર્ડ આધારકાર્ડ લિંક) :- 


અત્યારે લોકો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે દોડી રહ્યા છે. ત્યારે સરકારે એક નવી મહત્વની જાહેરાત કરી છે. ચૂંટણીકાર્ડ ને પણ એક મહત્વનું ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. 




ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈ ડી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું  જરૂરી બની ગયું છે. 
ચૂંટણીકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2023 હતી તે સરકારે વધારીને 31 માર્ચ , 2024 કરવામાં આવી છે. આપણે આ લેખમાં ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ કઈ રીતે લિંક કરવું અને લિંક કરવાના ફાયદા જાણીશું. 


ચૂંટણીકાર્ડ આધારકાર્ડ લિંક :- 


કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણીકાર્ડ ની સાથે આધારકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન માં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવાની સુવિધા આવતા વર્ષ એટલે કે 31/03/2024 સુધી ચાલુ રહેશે. ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાથી કાર્ડ ધારકને અનેક ફાયદા થશે.


ચૂંટણીકાર્ડ એટલે કે Voter ID કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કઈ રીતે કરવું તેની માહિતી :- 


ઘણા લોકોને ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવું હોય છે પરંતુ તેમને લિંક કઈ રીતે કરવું તેની માહિતી હોતી નથી. તો આજે આપણે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લિંક કઈ રીતે કરવું તેની અલગ અલગ પ્રોસેસ જોઈશું. 


ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ કોલ અને SMS દ્વારા લિંક કઈ રીતે કરવું તેની માહિતી :- 


● મતદાર ID એટલે કે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લિંક બે રીતે થઈ શકે છે. - ઓનલાઈન અને
 ઓફલાઇન. 

● તમે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લિંક મેસેજ મોકલીને અને કોલ કરીને કરી શકો છો. 

આ પણ વાંચો : 









● SMS થી લિંક કરવા માટે તમારો આધારકાર્ડ નંબર અને ચૂંટણીકાર્ડ નંબર  166 અથવા 51969 નંબર પર SMS કરવાનો રહેશે. 

● આ માટે તમારે ECILINK ફોર્મેટમાં એક મેસેજ મોકલવાનો રહેશે. 

● તમે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 1950 પર કોલ કરીને તમારો ચૂંટણીકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર આપીને લિંક કરી શકો છો. 


ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ ઑફલાઈન લિંક કરવાની માહિતી :-
 

ચૂંટણીકાર્ડની સાથે આધારકાર્ડ લિંક કરવાની આ સૌથી સરળ રીતે છે. તમે તમારું ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લઈને તમારા વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરો. 
અત્યારે મોટાભાગની ચૂંટણીકાર્ડ ને લગતી કામગીરી BLO દ્વારા કરવામાં આવે છે. 


ચૂંટણીકાર્ડ ની સાથે આધારકાર્ડ ઓનલાઈન લિંક કઈ રીતે કરવું તેની માહિતી :- 


● સૌપ્રથમ તો તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે. 

● પછી તમારે Logine બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમને Register as New User નું ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP નાખશો એટલે એક નવું પેજ ખુલશે. 

● ત્યાં તમારે માગેલ તમામ માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. 

● તમે સંપૂર્ણ માહિતી સબમિટ કર્યા પછી એક રેફરન્સ નંબર જનરેટ થશે. 

● આ રેફરન્સ નંબર દ્વારા તમે તમારું ચૂંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે ચેક કરી શકો છો.


Technically navin Homepage અહી ક્લિક કરો
NVSP Official website અહી ક્લિક કરો

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।