આ અત્યાચાર સહન ન થતા અનેક ક્રાંતિકારીઓએ આંદોલનો કર્યાં. આંદોલનો માં કેટલાક લોકો એ જીવ ગુમાવ્યો. આજે આપણે આવા જ ભારતના ક્રાંતિકારી ચાફેકર ભાઈઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.
ભારતની આઝાદીની લડતના ઈતિહાસમાં ચાફેકર ભાઈઓનો અમૂલ્ય ફાળો છે. ચાફેકર ભાઈઓમાં દામોદર (જન્મ-1870), બાલકૃષ્ણ(જન્મ - 1873), અને વાસુદેવ (જન્મ - 1879) ને દેશભક્તિ નો વારસો તેમના દાદા વિનાયક ચાફેકર તરફથી મળ્યો હતો.ચાફેકર ભાઈઓની માતાનું નામ દ્વારકા અને પિતાનું નામ હરિપંત ચાફેકર હતું. મોટાભાઈ દામોદર હરિ ચાફેકર નો જન્મ 25 જૂન 1968 માં થયો હતો. એવું કહેવાય છે કે નાનપણથી જ તેને દેશ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા હતી. તેમને એક સારા કવિ સાથે એક સૈનિક બનવાની પણ તેમની ખૂબ ઇચ્છા હતી. તે સમયે તેમના માર્ગદર્શક બાલ ગંગાધર તિલક હતા. તેમને બાલ ગંગાધર તરફથી સારું માર્ગદર્શન મળતું હતું. તેમને અંગ્રેજો સાથે બદલો લેવાની એમના મનમાં આગ હતી.
તેઓ પેશ્વાઉની રાજધાની પુના પાસે આવેલા ચિંચવડ ગામમાં રહેતા હતા. વિનાયકના અંગ્રેજો સાથેના વેપાર કરવાના અણગમાને કારણે થોડા સમય બાદ તેમનું સુખી કુટુંબ ગરીબી તરફ ધકેલાયું. વિનાયકે આખરે કીર્તનકાર બનવાનું નક્કી કર્યું. બીજા પુત્રોને પણ વિવિધ વાદ્યો વગાડવા ની કેળવણી અપાવી. આથી ધીરે-ધીરે તેમની આર્થિક સ્થિતિ સુધરી. વિનાયક ના પુત્રો પૈકી હરિ અને હરિ ના પુત્રો દામોદર બાળ કૃષ્ણ અને વાસુદેવ પણ આખ્યાન અને કીર્તનમાં પાવરધા બન્યા. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી પૈસાના અભાવે તેમનો અભ્યાસ છઠ્ઠા ધોરણથી જ અટકી ગયો. રાજવીઓ અને ઊંચા કુળ ના લોકો વચ્ચે કિર્તનો કરીને દુન્વયી જ્ઞાનમાં ત્રણેય ભાઈઓ આગળ વધ્યા.
૧૮૯૬માં પૂના અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. આ ફાટી નીકળેલા પ્લેગના રોગચાળાને કાબુમાં લેવા માટે અંગ્રેજ સરકારે એક કમિટીની રચના કરી. હા કમિટીના ચેરમેન તરીકે w. c. ની નિમણૂક કરવામાં આવી. દેશના વિવિધ ધર્મની લાગણી દુભાવી ના આ કાર્ય પાર પાડવાનું હતું. પરંતુ અંગ્રેજ અધિકારી રેન્ડે કાયદો પોતાના હાથમાં લીધો. અંગ્રેજ પોલીસ દ્વારા લોકોના ઘરોમાં ઘુસીને બળજબરીપૂર્વક વસ્તુ અને રાચરચીલા નો નાશ કરવામાં આવ્યો. આવા અત્યાચારથી ભારતીય પ્રજા ખૂબ ત્રાસી ગઈ હતી. આવા કડક કાયદાઓ લાવનાર અધિકારી ની હત્યા કરવાનું કાવતરું ચાપેકર ભાઈઓએ યોજયું હતું.
ભારત સરકારને ઈ. સ. 2018 માં દામોદર હરિ ચાફેકર ની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
૧૨૯૭ની ૨૨મી જૂને રાણી વિક્ટોરિયાના પદવીદાન ને પંચોતેર વર્ષ પૂર્ણ થઇ જતાં ઉજવણી થઈ રહી હતી. આ તકનો લાભ લઈ ચાફેકર ભાઈઓએ અધિકારી રેન્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગવર્નમેન્ટ હાઉસ ખાતે ની ઉજવણી માંથી ઓફિસર રેન્ડ ઘોડાગાડીમાં પાછા જતાં હતા ત્યારે દામોદર એક ગોળી ચલાવીને રેન્ડ ને ઘાયલ કર્યો હતો. રેન્ડ ને ગોળી લાગવાથી થોડા સમયમાં મૃત્યુ પામ્યો. આ ઉપરાંત બાળકૃષ્ણના ગોળીબારથી રેન્ડની સાથે રહેલો લેફટન્ટ આયેર્સ્ટ પણ તરત જ મૃત્યુ પામ્યો.
આ ઘટનામાં સ્થાનિક દ્રવિડ ભાઈઓ તાજના સાક્ષી બન્યા અને અંગ્રેજી પોલીસને રજેરજની માહિતી આપી. આપેલી માહિતી આખરે દામોદર પકડાઈ ગયા. 18 એપ્રિલ ૧૯૯૮ના રોજ તેને ફાંસી આપવામાં આવી. દ્રવિડ ભાઈઓ એ કરેલા વિશ્વાસઘાત ના બદલારૂપે વાસુદેવ હરિ, મહાદેવ રાનડે અને ખાંડો સાઠેએ ભેગા મળીને એમને ઠાર માર્યા. બીજા પાટીદારોની નજરથી આ ક્રાંતિવીરો બચી શકયા નહિ અને વાસુદેવ હરિ, મહાદેવ રાનડે તથા બાલકૃષ્ણ હરિને ૧૯૯૯ના મે મહિનામાં ફાંસીની સજા આપવામાં આવી. સાઠે હજી સગીર વયનો હોવાથી તેને ફાંસી નહીં પણ ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી. અંગ્રેજ હકુમત ને હચમચાવનાર કાંતિકારી શહીદોમાં આ ચાપેકર બંધુઓ મોખરે ગણાય છે. તેમણે આવનારી પેઢીના શહીદો જેમ કે , વીર સાવરકર, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ ભગતસિંહ વગેરે માટે પ્રેરણાની મિશાલ પ્રગટાવી. વીર શહીદ ચાપેકર ભાઈઓને આપણા સૌના કોટી કોટી વંદન.
આમ ભારતના અનેક નામી-અનામી ક્રાંતિકારીઓએ ભારતને આઝાદી અપાવવા માટે પોતાનો બલીદાન આપેલ છે.
1 Comments
Good
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।