ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત સરકારે અને ગુજરાત સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. જેમાં ઈ- શ્રમ કાર્ડ યોજના , પ્રધાન મંત્રી આવાસ યોજના , કિશાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના વગેરેનો સમાવેશ થાય છે.
પીએમ કિશાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં રૂ. 2000 ના ત્રણ હપ્તા લેખે વાર્ષિક 6000 રૂપિયા જમા કરવામાં આવે છે. પીએમ કિશાન સમ્માન નિધિ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે તમારે e-KYC ફરજિયાત કરાવવું પડશે. e- KYC નું ઓપ્શન PM કિશાન યોજના ની ઓફિસિયલ વેબસાઇટ પર આપેલ છે. આ યોજનામાં ઓનલાઈન e-KYC કરવું પડશે. PM કિશાન સમ્માન નિધિ યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પરથી ekyc કરેલ નહીં હોય તો તમારા ખાતામાં જમા થતો 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે. જો તમારે આ યોજનાનો હપ્તો ચાલુ રાખવો હોય તો સત્વરે ekyc કરવી લેવું. યોજનાનુ નામ | PM કિશાન સમ્માન નિધિ યોજના |
---|---|
ઉદેશ | ખેડૂતોની આવક વધારવા માટે |
સહાયની રકમ | વાર્ષિક 6000 |
PM Kishan ekyc છેલ્લી તારીખ | 31/07/2022 |
ભાષા | ગુજરાતી / English |
લાભાર્થી | દેશના નાના/સીમાંત ખેડૂતો |
ઓફિસિયલ વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
Technically Navin | Home Page |
💥 તમારો મોબાઈલ નંબર આધારકાર્ડમાં લિન્ક હોય તો આ રીતે eKYC કરી શકો છે.
જ્યારે તમે તમારું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે તમારો જે મોબાઈલ નંબર એડ કરાવેલ હોય તો સરળતાથી તમે ઘરે બેઠા eKYC કરી શકો છોં.
💥 તમે તમારી જાતે મોબાઈલ કે કમ્પ્યુટર માંથી eKYC કઈ રીતે કરવું તેની માહિતી નીચે આપેલ છે.
● eKYC કરવા માટે પ્રથમ તો તમારે PM KISHAN ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું છે.
● ઓફિસિયલ વેબસાઇટ પર જશો એટલે તમને જમણી બાજુ eKYC નું ઓપ્શન જોવા મળશે.
● eKyc ના બટન પર ક્લિક કરશો એટલે તમારો આધારકાર્ડ નંબર નાખવાનું ઓપ્શન આવશે .તેમાં તમારે તમારો આધારકાર્ડ નંબર નાખવાનો છે.
● આધારકાર્ડ નંબર નાખીને sarch પર ક્લિક કરશો એટલે તમારે આધારકાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
● મોબાઈલ નંબર નાખીને Get Mobile OTP પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર પર એક OTP આવશે.
● મોબાઈલ નંબર પર આવેલ OTP નાખવાનો રહેશે.
● ઓટીપી નાખીને Get Aadhar ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારા આધારકાર્ડ સાથે લિન્ક કરેલ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
તે OTP નાખવાનો રહેશે.
● પછી છેલ્લે તમારે Submit For Auth બટન પર ક્લિક કરીને તમારે વેરિફિકેસનની કામગીરી કરવાની રહેશે.
● આમ, તમે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હોય તો ઘરે બેઠા eKyc કરી શકો છોં.
💥 મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિન્ક ના હોય ત્યારે કઈ રીતે eKyc કરવી
જ્યારે આધારકાર્ડની યોજના આવી ત્યારે આપણે મોબાઈલ નંબર એડ નહોતા કરતાં પરંતુ હવે તો ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે.
જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર એડ નથી તો PM Kishan Samman Nidhi Yojan માં eKyc પણ કરી શકાય છે.
જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિન્ક ના હોય અને તમારે eKyc કરાવવું હોય તો તમે તમતી નજીકના Comman Service Centre પર રૂબરૂ જઈને આ યોજનામાં eKyc કરાવી શકો છે.
● પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં eKyc કરવવાની છેલ્લી તારીખ :- 31/07/2022
ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારતના લોકોની વિશેષતા ની માહિતી મેળવો.
આમ ભારત સરકાર અને ગુજરાત સરકાર ની યોજનાઓ ની માહિતી માટે અમારે નીચેની લિંક પર અપલોડ કરવામાં આવશે.
Technicallynavin. :-
Home page
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।