GSRTC ટિકિટઓનલાઈન કઈ રીતે બુક કરવી | બસના સમયપત્રકની માહિતી આપતી એપ | બસ લોકેશન જોવા માટેની એપ

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ ગુજરાત અને પાડોશી રાજ્યોમાં બસ સેવાઓ પ્રદાન કરતી પેસેંજર પરિવહન સંસ્થા છે. GSRTC એપ્લિકેશન પેસેન્જરો માટે માટે બનાવવામાં આવી છે. જે પેસેન્જરો વારંવાર ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. તેમના માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. 



     
1 મે 1960 ના રોજ સ્થપાયેલ GSRTC પાસે 125 ડેપો  છે, 226 બસ સ્ટેશન છે, 1554 પિક અપ સ્ટેન્ડ  અને 8000 થી વધુ બસો છે. આ એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવી શકો છો. વિવિધ બસોનું સમયપત્રક જાણી શકો છો. તમે કયા રૂટની બસ કેટલે પહોચી છે તેની માહિતી પણ મેળવી શકો છો. 
     આ એપનો ઉપયોગ કરીને તમે બસનું ભાડું કેટલું છે. ગુજરાતની બસોનો ટાઈમ ટેબલ શું છે. બસ કેટલા વાગે ઉપડશે અને કેટલા વાગે ગંતવ્ય સ્થાને પહોચડશે તેના વિશે માહિતી મેળવી શકો છો. 

GSRTC બસ બુકિંગ માટે સૌથી પ્રખ્યાત ભારતના શહેરો અમદાવાદ, જોધપુર, મુંબઈ, પુણે, જયપુર, ગોવા, ચેન્નાઈ, હૈદરાબાદ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. 

     તમે શરૂઆતના ગંતવ્યથી તમારા અંતિમ ગંતવ્ય સુધી ચાલતી બસના ભાડાની વિગતો જાણી શકો છો. હવે તમારે બસનો ટાઈમ પૂછવા માટે લાઇનમાં ઊંભુ રહેવાની જરૂર નથી તમે આ એપ દ્વારા કઈ બસ કેટલા વાગે આવશે તેનો ટાઈમ જાણી શકો છો. 


   તમે કોઈ પણ  બસ સ્ટેશને ઊભા હો અને તમને બસના ટાઈમની , બસ કેટલા વાગે આવશે, બસ અત્યારે કેટલે પહોચી તેની ખબર ના હોય ત્યારે તમે આ એપની મદદથી બસને લગતી તમામ વિગતોની માહિતી મેળવી શકો છો. 

    જો તમારે બસ ભાડે જોઈતી હોય તો તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી જોઈએ છે , કયા સ્થળેથી કયા સ્થળે જવાનું છે, અને ટાઈમ સિલેક્ટ કરીને CONTINUE બટન પર ક્લિક કરશો એટલે અલગ અલગ બસો ,કઈ બસનું કેટલું ભાડું, કઈ બસમાં કેટલી સીટ છે તે તમને દેખાશે. પછી તમારે જે બસ સિલેક્ટ કરવી હોય તે બસ Book કરવાની રહેશે. 



 વિશેષતાઓ :-



● આ એપમાં ડેપો પૂછપરછ નંબર પણ આપવામાં આવેલ છે. જેના દ્વારા તમે કોંટેક્ટ કરી શકો છો.
 
● આ એપમાં બસ સ્ટેશનના સમય કોષ્ઠકનું વિગતવાર દ્રશ્ય જાણી શકાય છે કે વર્તમાન બસ સ્ટેશનની બાજુમાં કયા સ્ટેશનો આવે છે.
 
● આ એપ કિમી સાથે બસ રુટ બતાવે છે. 

● તમે ઓનલાઈન બુકિંગ કરાવેલ ટિકિટ કેન્સલ પણ કરવી શકો છો. 

● આ એપ ઓછા MB ડેટાની હોવાથી તમારી મેમેરીની બચત કરે છે. 

● ખૂબ જ સરળ વપરાશકર્તા માટે ઇન્ટરફ્રેસ ધરાવે છે. 

    આમ આ એપ દ્વારા બસની માહિતી મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે. તમારે કોઈને પૂછવાની જરૂર પણ નહીં પડે. 

 Important Link :-

GSRTC App Download

 

 

RapidGo App Download

 

આ એપ દ્વારા તમને GSRTC ને લગતી તમામ માહિતી મળી જશે. 

આ પણ વાંચો :- 

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સફર

Technically Navin Homepage

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।