આપણે ઘરે બેઠા BPL, APL કે AAY નું રેશનકાર્ડ લિસ્ટ ઓનલાઈન ચેક કરી શકીએ છીએ.ગામ દીઠ રેશનકાર્ડ નું લિસ્ટ NFSA ઓનલાઈન ઉપલબ્ધ કરવા માટે ગુજરાત સરકાર ને એક પોર્ટલ બહાર પાડ્યું છે. આ પોર્ટલ પરથી રેશનકાર્ડ ધરાવનાર ગુજરાતના કોઈપણ વ્યક્તિ રેશનકાર્ડ લિસ્ટ ચેક કરી શકે છે અને તે લિસ્ટ માં પોતાનું નામ છે કે નહીં તે પણ જોઈ શકે છે.
જો તમે રેશનકાર્ડ માટે નવી અરજી કરી હોય અને તમે રેશનકાર્ડ લિસ્ટમાં તમારું નામ ચેક કરવા માંગતા હોય તો નીચે આપેલ સ્ટેપ અનુસાર પ્રોસેસ કરીને જાણી શકો છો.
💥 ગુજરાત રેશનકાર્ડ લિસ્ટમાં તમારું નામ કઈ રીતે ચેક કરશો તે જાણો
🔵 રેશનકાર્ડ લિસ્ટ ની વેબસાઈટ ઓપન કરો
🔵 રેશનકાર્ડ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે પહેલા તો તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
🔵 ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે તમારે નીચે આપેલ વેબસાઈટ પર ક્લિક કરવું પડશે.
💥 વર્ષ અને મહિનો સિલેક્ટ કરો
🔵 ઓફિશિયલ વેબસાઈટ પર જશો એટલે તમારી સામે એક પેજ ખુલશે
🔵 એ પેજમાં તમારે વર્ષ , મહિનો સિલેક્ટ કરીને સાઈટમાં આપેલ Go બટન પર ક્લિક કરવું પડશે.
💥 તમારા જિલ્લાના નામ પર ક્લિક કરો
🔵 તમારી સામે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના નામ આવશે.
🔵 તેમાંથી તમારે તમારા જિલ્લાના નામ પર ક્લિક કરવાનું રહેશે.
💥 તાલુકાનું નામ સિલેક્ટ કરો
🔵 તમે જિલ્લાના નામ પર ક્લિક કરશો એટલે તમારી સામે તાલુકાઓનું લિસ્ટ આવશે.
🔵 જેમાં તમારે તમારા તાલુકાના નામ પર ક્લિક કરવાનું રહેશે.
💥 ગામનું નામ અને રેશનકાર્ડ વિભાગ સિલેક્ટ કરો
🔵 તમે તાલુકાના નામ પર ક્લિક કરશો એટલે જે તે તાલુકાના ગામ અને એરિયાના લિસ્ટ આવશે.
🔵 તમારા એરિયાની સામે રેશનકાર્ડ નો પ્રકાર જોવા મળશે.
🔵 રેશનકાર્ડ ના પ્રકારની નીચે રેશનકાર્ડ ની સંખ્યા જોવા મળશે.
🔵 એ સંખ્યા પર ક્લિક કરવાનું રહેશે.
🔵 ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ ચેક કરો
તમે રેશનકાર્ડ ની સંખ્યા પર ક્લિક કરશો એટલે તમામ રેશકાર્ડ ધારકોના નામની સૂચિ જોવા મળશે.
🔵 તેમાં તમારું રેશનકાર્ડ જેને નામે છે તે વ્યક્તિ નું નામ અને રેશનકાર્ડ નંબર જોવા મળશે.
આ રીતે તમે તમારા રેશનકાર્ડ ની માહિતી મેળવી શકો છો અને તમારું રેશનકાર્ડ APL ,BPL કે AAY છે તેની પણ માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો :-
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।