ભારત દેશ નદીઓ , પર્વતો અને ફરવાલાયક રમણીય સ્થળોની ભૂમિ છે. આજે આપણે એવા જ ફરવાલાયક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી મેળવીશું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સરદાર સરોવર બંધ નજીક સાધુ બેટ પાસે બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની જાહેરાત 7 ઓક્ટોબર 2010 માં કરવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા બનાવવાની શરૂઆત 13 ઓક્ટોબર 2013 માં કરવામાં આવી હતી.
💥 સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર પટેલની 143 મી જન્મજયંતિ પર કરવામાં આવ્યું હતું.
💥 સ્ટેચ્યુ ઓફ યુનિટીના આર્કટેક્ટનું નામ રામ વી. સુથાર હતું.
💥 સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. એટલે કે 597 ફૂટ ઊંચાઈ છે. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
💥 આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો અંદાજિત ખર્ચ 3000 કરોડ થયેલ છે.
💥 આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સરદાર સરોવર બંધની સન્મુખ બંધના સ્થળથી 3.2 કિમી ના અંતરે આવેલી છે.
💥 15 માર્ચ 2021 સુધીમાં 50 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
💥 આ પણ વાંચો :-
આ સ્મારક બનાવવાનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્રવાદ , એકતા અને સુશાસન જેવા મૂલ્યોને આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બનાવવા માટેનો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ બીજા ઘણા બધા પ્રોજેકટ આકાર લઈ રહ્યા છે. જે પ્રોજેકટમાં ઉમદા સ્તરની પ્રવાસનની સુવિધાઓ અને ઉત્તમ વાહન વ્યવહાર માટેની માળખાગત સુવિધાઓથી માંડીને આદિજાતિ વિકાસ , તેમના આરોગ્ય અને શિક્ષણ માટે પાયાની સુવિધાઓ સહિતના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ઇ.સ. 1947 માં ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશ લગભગ 562 જેટલા નાના - મોટા દેશી રજવાડાઓમાં વહેચાયેલો હતો. ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની સૂઝ, બૂજ અને દ્રઢ નિશ્ચયથી દેશી રજવાડાઓને એક તાંતણે બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું.
ગુજરાતમાં નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 135 મીટરની ઊંચાઈ પર એક સુંદર મજાની એક વ્યુઇંગ ગેલેરી આવેલી છે. આ ગેલેરીમાં જવા માટે લિફ્ટની વ્યવસ્થા કરેલી છે. આ ગેલેરીમાં એકસાથે 200 જેટલા માણસો વિધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાનો, સરદાર સરોવર ડેમ અને ગરુડેશ્વર આડબંધનો સુંદર નજારો માણી શકાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર ટેક્નોલૉજી સાથે તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ખુબ આકર્ષક છે. આ શો સોમવાર સિવાય દરરોજ સાંજે બતાવવામાં આવે છે.
અહી વેલી ઓફ ફ્લાવર્સ પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહી વિવિધ જાતના 24 લાખથી વધુ છોડ જોવા મળે છે.
અહીથી સરદાર સરોવર ડેમનો નજારો પણ જોઈ શકાય છે. ગુજરાતમાં આવેલ સરદાર સરોવર ડેમ 163 મીટર ભારતનો ત્રીજો સૌથી ઊંચો ડેમ છે. સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર એટલે કે 455 ફૂટ છે.
તો આવો આજે આપણે ઘરે બેઠા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈએ. તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની રૂબરૂ મુલાકાત લેતા હોય તેવો જ અનુભવ થશે.
3 Comments
Good work
ReplyDeleteGood work chhe bhai saras
ReplyDeleteગુડ
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।