વિધાર્થી માટે સ્વ વાચન એપ્લિકેશન

     વિશ્વએ આજે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ હરણફાળ ભરી છે. અત્યારે દરેક જગ્યાએ શિક્ષણનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. દેશમાં હરેક નાગરિક શિક્ષણ મેળવે તે સરકારનો ઉદેશ્ય છે. સરકારે  આજે પ્રાથમિક શિક્ષણ પર ખૂબ જ ભાર મૂક્યો છે.



 પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ભારત સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે. અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેના કારણે દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે. જેમાં સુધારો પણ જોવા મળ્યો છે. જેમ ઈમારતનો પાયો મજબૂત હોય તો ઈમારત પણ મજબૂત બને છે, તેમ સમાજમાં પ્રાથમિક શિક્ષણ મજબૂત હશે તેમ સમાજનો પણ સારો એવો વિકાસ થશે. હાલમાં સરકારે પ્રાથમિક શિક્ષણમાં સર્વ શિક્ષા અભિયાન , પ્રજ્ઞા અભિગમ, કન્યા કેળવણી પોત્સાહન, પ્રવેત્શોત્સવ જેવા કાર્યક્રમો કરીને પ્રાથમિક શિક્ષણ સુધારવાના પ્રયત્નો થયા છે. અત્યારે પ્રાથમિક શિક્ષણમાં ભાર વિનાના ભણતરને મહત્વ આપવામાં આવે છે. આર્થિક પછાત વર્ગના વિધાર્થીઓ માટે સરકાર શિષ્યવૃતિ પણ આપે છે. 
    અત્યારે કમ્પ્યુટર યુગમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયેલો જોવા મળે છે. અત્યારે લગભગ દરેકના ઘરે Android Mobile હોય છે. જેમાં બાળક ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકે છે. અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી બાળક મોબાઇલમાં શિક્ષણની અનેક વેબસાઇટ પરથી શિક્ષણ મેળવી શકે છે. અત્યારેતો શિક્ષણને લગતી અનેક એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. 
Read Along નામની આ એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન મફત અને મનોરંજન ભાષણ આધારિત વાચન એપ્લિકેશન છે. આ એપ્લિકેશન 5 વર્ષ કે તેથી વધારે ઉમરના બાળકો માટે બનાવવામાં આવેલ છે. 

ભાષાઓ :-

આ એપ્લિકેશનમાં નીચે પ્રમાણેની ભાષાઓ ઉપલબ્ધ છે. 

1. હિન્દી
2. બંગાળી
3. મરાઠી
4. તમિલ
5. તેલુગુ
6. ઉર્દુ
7. સ્પેનિશ
8. પોર્ટુગીઝ


આ એપ્લિકેશન બાળકોને વાંચન કૌશલ્ય સુધારવામાં મદદ કરે છે. અને આમાં આપવામાં આવેલી વાર્તાઓ બાળકોને વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ  ઓફલાઈન  પણ કરી શકાય છે. 

વિશેષતા :-

આ એપ્લિકેશનને એકવર ડાઉનલોડ કર્યા પછી તેનો ઉપયોગ ઓફલાઇન કરી શકાય છે. અને કોઈ ડેટાનો ઉપયોગ થતો નથી. 
ઘરે બાળકોને પુસ્તક વાંચવામાં કંટાળો આવતો હોવાથી આ એપની મદદથી કંટાળો પણ આવતો નથી. 
આ એપ ઉપર કોઈ પણ જાહેરાતો  બતાવવામાં આવતી નથી એટલે કોઈ જોખમ પણ નથી.  
આ એપ વાપરવા માટે સંપૂર્ણપણે મફત છે. આ એપમાં પુસ્તકો, રસપ્રદ કથાઓ, છોટા ભિમના વિવિધ વાંચન લેખો સાથે વિશાળ લાઈબ્રેરી ધરાવતી આ એપ છે. 
આ એપમાં નિયમિતપણે નવા પુસ્તકો અને માહિતી ઉમેરવામાં આવે છે.
 
ગેમ્સ :- 

   આ એપમાં શૈક્ષણિક રમતો આપેલ છે. જે શીખવાના અનુભવને મનોરંજક બનાવે છે. આ એપમાં બાળકને ગમ્મત સાથે જ્ઞાન મળે છે. 
બહુવિધ બાળકો આ એપનો ઉપયોગ કરી શકે છે. તેમાં પોતાની માહિતીને ટ્રેક કરવા માટે બાળક પોતાની વ્યક્તિગત પ્રોફાઇલ બનાવી શકે છે. 

આ શૈક્ષણિક એપ ડાઉનલોડ કરો :- 
  
આ પણ વાંચો

Post a Comment

0 Comments