ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો કરો છંટકાવ, કુલ ખર્ચના 90 ટકા સહાય, કઈ રીતે ઓનલાઈન અરજી કરવી તે જાણો

મિત્રો આ ખેડૂત મિત્રોને લગતા આ આર્ટિકલ માં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર અમુક ટકા સબસીડી આપે છે. 


   ગુજરાત રાજ્યના ખેડૂતો કૃષિ ક્ષેત્રે આધુનિક ડ્રોન ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા કોઈપણ દવાનો ઉપયોગ ખેતરમાં વાવેલ પાક માટે કરી શકે છે. ગુજરાત રાજ્યના કોઈ ખેડૂત ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવા માગે તે ખેડૂતને ગુજરાત સરકાર સહાય ચૂકવે છે. ડ્રોન ટેકનોલોજી નો લાભ લેવા માટે i khedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. 

ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ખેડૂત ને મળવા પાત્ર સહાય :- 

> ખેડૂતોને કુલ ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ. 500/- બન્ને માંથી જે ઓછી હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. 

> ગુજરાત રાજ્યના ખેડૂતો ને ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં દરેક ખેડુત ને વધુમાં વધુ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ વખત છંટકાવ ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

> ડ્રોન ટેકનોલોજી ના માધ્યમથી દવાનો છંટકાવ કરવાથી ખેડૂતોને સમયનો બચાવ થાય છે. 

નીચે આપેલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશો. 

ઓનલાઈન અરજી કરવા માટે તમારે ખેતીવાડીની યોજનાઓ ના વિભાગમાં જવાનું રહેશે. 


ડ્રોન ની મદદથી દવાનો છંટકાવ કરવા માટે ઓનલાઈન અરજી કરવાની અને છેલ્લી તારીખ નીચે પ્રમાણે રહેશે. 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ  :- 28/12/2022

ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ :-  24/01/2023

ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ :- 

I khedut portal પર ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે સહાય લેવા માટે online અરજી કરવાની રહેશે. જેમાં નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ખેડૂત લાભાર્થી માટે હોવા જરૂરી છે. 

આધાર કાર્ડ

બેંકની પાસબુક

૭/૧૨ અને ૮ - અ ના ઉતારા

રેશનકાર્ડ

મોબાઈલ નંબર

ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવાં માટે અરજી કઈ રીતે કરવી અને અરજી ક્યાં કરવી .

દરેક ખેડૂત મિત્રો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા  ઓનલાઈન અરજી કરી શકશો.  અથવા તો ગ્રામપંચાયત ની ઓફિસે જઈને VCE મારફત  અરજી કરી શકો છો. અરજીના ફોર્મની પ્રિન્ટ ગ્રામ સેવકને આપવાની રહેશે. 
આવી અનેક માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો. 

આ પણ વાંચો 




અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !


Post a Comment

0 Comments