SBI બેંકના ગ્રાહકોને વારંવાર બેંકના ધક્કા ખાવા ના પડે અને પોતાના સમયનો બચાવ થાય તે માટે SBI બેંક દ્વારા Whatsapp Banking Service સુવિધા શરૂ કરી છે.
SBI Bank ભારતની સૌથી મોટી બેંક છે. SBI બેંકમાં ગ્રાહકોને અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. SBI Bank સમયાંતરે અનેક સુવિધાઓ લોન્ચ કરતી રહે છે. અત્યારે ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા દરેક બેંકોમાં નેટબેન્કિંગ ની સુવિધા ઉપલબ્ધ છે. નેટબેન્કિંગ ની સુવિધા દ્વારા લેવડ દેવડ ના વ્યવહાર ઘરે બેઠા કરી શકે છે.
SBI Bank દ્વારા તાજેતરમાં એક સુવિધા બહાર પાડવામાં આવી છે. જેનું નામ છે .- SBI Whatsapp Banking Service. આપણે sbi દ્વારા જાહેર કરવામાં આવેલી આ સુવિધા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
SBI બેન્કે પોતાના ગ્રાહકો માટે વોટ્સએપ બેન્કિંગ સર્વિસ સુવિધા ચાલુ કરી છે. આ સુવિધા નો લાભ લઈને sbi ના ગ્રાહકો ઘરે બેઠા પોતાના બેંક ખાતામાં કેટલું બેલેન્સ છે તે ચેક કરી શકે છે. મીની સ્ટેટમેન્ટ મેળવી શકે છે. બેંક એકાઉન્ટ ને લગતી જાણકારી મેળવી શકે છે.
SBI Whatsapp Banking Service Details
Post નું નામ :- SBI Whatsapp Banking Service
Bank Name :- State Bank of India
Location :- India
Official website :- www.onlinesbi.com
SBI બેન્કે Whatsapp Banking Service ની જાહેરાત ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કરી હતી.
આ સુવિધાનો લાભ દેશના કરોડો કસ્ટમર ને મળશે.
SBI Whatsapp Banking Service નો લાભ
Whatsapp Banking Service સુવિધા દ્વારા ગ્રાહકો ઘરે બેઠા પોતાનું બેંક બેલેન્સ, મીની સ્ટેટમેન્ટ કે અન્ય માહિતી મેળવી શકો છો. તમારે આ બેન્કિંગ સુવિધા નો લાભ લેવા માટે તમે બેંકમાં રજીસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર પરથી Hi લખીને 9022690226 પર મેસેજ મોકલવાનો રહેશે. પછી તમે બેંક બેલેન્સ અને તમારા એકાઉન્ટ નું મીની સ્ટેટમેન્ટ મેળવી શકશો.
SBI Whatsapp Banking Service માટે રજીસ્ટ્રેશન કરવાની માહિતી :-
● SBI Whatsapp Banking Service નો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
● Registration કરવા માટે સૌપ્રથમ તમારે WAREG લખીને ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No.) લખીને 7208933148 પર મેસેજ મોકલવાનો રહેશે.
● બેંકમાં રજીસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.
● તમે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલશો એટલે State Bank India ના Whatsapp નંબર પરથી તમારા મોબાઈલ માં એક કન્ફોર્મેશન નંબર આવશે.
આ રિતે પ્રોસેસ કરવાથી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. પછી તમે SBI Whatsapp Banking Service નો લાભ લઈ શકશો. SBI Whatsapp Banking Service સુવિધા નો લાભ 24 કલાક ગમે ત્યારે લઈ શકો છો. ઘરે બેઠા બેંકના નાના મોટા કામ પોતાના મોબાઈલ પરથી કરી શકો છો.
આ સુવિધા નો લાભ કોણ લઈ શકશે ?
આ સુવિધાનો લાભ sbi બેંકમાં જેમણે ખાતું ખોલાવેલ હશે તે રજીસ્ટ્રેશન કરાવીને લઈ શકશે.
SBI Whatsapp Banking Service સુવિધાનો નંબર :-
SBI માં ખાતું ખોલવાનાર ગ્રાહક રજિસ્ટ્રેશન કરાવ્યા પછી + 91 9022690226 પર Hi લખીને આ સુવિધાનો લાભ લઈ શકશો.
નોંધ :-
આ માહિતી વિવિધ માધ્યમો પરથી એકત્રિત કરીને આપવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઈટ ચેક કરવી
Official website નીચે પ્રમાણે આપેલ છે.
SBI Whatsapp Banking Service Registration માહિતી | અહીં ક્લિક કરો |
---|---|
SBI સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Technically navin Homepage | અહીં ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।