જુનિયર કલાર્કની પરીક્ષા આપતા ઉમેદવાર માટે મહત્વપૂર્ણ સમાચાર ઉમેદવાર ના બેંક ખાતામાં રૂ. 254 જમા કરવામાં આવશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2122 જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09/04/2023 (રવિવાર) ના રોજ બપોરે 12: 30 કલાકથી 13:30 કલાક દરમિયાન મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.   




જુનિયર કલાર્કની પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવાર ને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ. 254 /- ઉમેદવાર ના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 

જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેલવણું કરી 20 થી 30 એપ્રિલ 2023 દરમિયાન ઉમેદવાર ના ખાતામાં રૂ. 254 /- જમા કરવામાં આવશે. 

જુનિયર કલાર્ક પરીક્ષા કોલલેટર 2023 :- 

● સંસ્થા :- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

● પરીક્ષા તારીખ :- 09/04/2023

● પરીક્ષા નો સમય :- 12: 30 થી 13:30 સુધી

● કોલલેટર ડાઉનલોડ કરવાંની શરૂઆતની તારીખ :- 31/04/2023 1:00 થી

● ભાડા પેટે મળવાપાત્ર રકમ :- રૂ. 254 /-

Junior Clerk Reimbursement Application :- 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બહાર પાડેલ જાહેરાત મુજબ જુનિયર કલાર્કની પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવાર ને Junior Clerk Reimbursement  આવવા જવાના ખર્ચ પેટે રૂ. 254 /- આપવામાં આવશે. ઉમેદવારે ojas ની વેબસાઈટ પર જઈને પોતાની બેંક વિગતો એડ કરવાની રહેશે. 

આ પણ વાંચો :-




બેંક ડિટેઈલ ભરવા માટે નીચે આપેલ પ્રોસેસ કરવાની રહેશે. 

● સૌપ્રથમ ઉમેદવારે ojas ની વેબસાઈટ પર જવાનું રહેશે. પછી નોટિસ બોર્ડ પર ક્લિક કરતાં Reimbursement Application નું ઓનલાઈન ફોર્મ ખુલશે. અથવા નીચે આપેલ લિંક પરથી બેંક વિગતો ભરી શકો છો.  

● ઓનલાઈન ફોર્મમાં તમામ વિગતો ઉમેદવારે અંગ્રેજીમાં કેપિટલ અક્ષર માં ભરવાની રહેશે. 

● ઉમેદવારે પોતાની બેંક ડિટેઈલ ભરીને નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 

આ પણ વાંચો :- 




● પછી રિશીપની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે.

● Ojas ની વેબસાઈટ પર મૂકેલ ઓનલાઈન ભરેલ વિગતો માન્ય ગણવામાં આવશે. કોઈપણ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. 

● ઉમેદવારે બેંકની પાસબુક / ચેકબુક માં આપેલ વિગતો ચોકસાઈ પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારે બેંકની પાસબુક/ચેકબુક માં આપેલ Account Number અને IFSC કોડ ભરવાનો રહેશે.

આ પણ વાંચો :- 


● ઉમેદવારે બેંકની માહિતી પૂરી ચોક્કસાઈ પૂર્વક ભરવાની રહેશે. બેંક વિગતો ભરવામાં કોઈપણ ભૂલ થશે તો ઉમેદવાર ની જવાબદારી રહેશે.  પાછળથી કોઈપણ રજુઆત મંડળ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. 

● ઉમેદવારે બેંકની તમામ વિગતો તારીખ 31/03/2023 ના રોજ   13:00 કલાકથી તારીખ 09/04/2023 ના રોજ 12 : 30 કલાક સુધી સુધીમાં ભરેલ ઓનલાઈન ફોર્મ ગ્રાહ્ય ગણવામાં આવશે. 


આ પણ વાંચો :- 



● જે ઉમેદવાર તારીખ 09/04/2023 ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમિયાન ojas ની વેબસાઈટ પર Reimbursement Application માં પોતાની બેંક ડિટેઈલ ભરેલ હશે તે ઉમેદવાર ને રૂ. 254/- મળવાપાત્ર રહેશે. 



Important Link 




Reimbursement Details એડ કરવા માટે નોટિફિકેશન અહી ક્લિક કરો
Reimbursement Account એડ કરવાની લિંક અહી ક્લિક કરો
જુનિયર કલાર્ક કોલલેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવા માટે અહી ક્લિક કરો

Post a Comment

0 Comments