APL, BPL અને AAY આ ત્રણ પ્રકારની યાદી ગુજરાત સરકાર , ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. જેમનું નામ BPL યાદીમાં છે તેમને ગુજરાત સરકાર અથવા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાઓના લાભ મળે છે.
BPL Yadi Details
આ યોજનાનું નામ :- BPL યાદી
લાભાર્થી :- રૂ. 1.8 લાખની આવકથી નીચે આવતા પરિવારો (ગરીબી રેખાની નીચે આવતા પરિવાર)
ભારત દેશમાં ગરીબી રેખાની નીચે આવતા પરિવારોને BPL યાદીમાં સામેલ કરવામાં આવે છે.
દેશના કોઈપણ રાજ્યના ગરીબી રેખાની નીચે આવતા પરિવારોને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવી BPL યાદીમાં પોતાનું નામ જોવા માટે હવે કચેરીએ જવાની જરૂર પડશે નહિ . તમે ઘરે બેઠા તમારા મોબાઈલ પર BPL યાદી ઓનલાઈન પોર્ટલ દ્વારા બીપીએલ યાદીમાં તમારું નામ જોઈ શકો છો.
BPL યાદીમાં આવતા પરિવારોને મળતા લાભ :-
● દેશના જે લોકો ગરીબી રેખાની નીચે આવે છે તે ઘરે BPL યાદીમાં પોતાનું નામ છે કે નહીં તે જોઈ શકે છે.
● જેમનું નામ BPL ની નવી યાદીમાં આવે છે તે લોકોને સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઘણી સરકારી યોજનાઓ નો લાભ મળે છે.
● ગરીબી રેખાની નીચે આવતા નાગરિકને સરકારી કામમાં વધારાની મદદ પણ મળે છે અને તેમના બાળકોને શિષ્યવૃત્તિ ની સાથે રોજગાર ની તક મળે છે.
● ભારતના જે નાગરિકો BPL કાર્ડ ધરાવે છે તેમને આરોગ્ય, શિક્ષણ અને સરકારી યોજનાઓમાં અમુક પ્રકારની છુટછાટ આપવામાં આવે છે.
● BPL યાદીમાં પોતાનું નામ હોવાનો પ્રથમ ફાયદો તો એ છે કે સબસિડી આપવામાં આવે છે અને કંટ્રોલ માં રાશન આપવામાં આવે છે. જેમાં ઘઉં, ચોખા, ચણા, ખાંડ, તેલ, મીઠું, તુવેરદાળ વગેરે આપવામાં આવે છે.
● BPL ધારક નાગરિકને લોનના વ્યાજમાં પણ ઘટાડો થાય છે.
જેઓ BPL યાદીમાં પોતાનું નામ જોવા જોવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લઈને ઓનલાઈન BPL યાદી જોઈ શકે છે.
હેતુ :-
સત્તાવાર વેબસાઈટ દ્વારા BPL યાદીમાં નામ જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી.
સત્તાવાર વેબસાઈટ :- www.nrega.nic.in
મોબાઈલથી BPL યાદીમાં તમે તમારું નામ બે રીતે જોઈ શકો છો.
1.મોબાઈલ એપ દ્વારા
2.સત્તાવાર વેબસાઈટ દ્વારા
આ લેખમાં BPL યાદી બને રીતે જોવાની માહિતી મેળવીશું.
● દેશના નાગરિકો હવે મોબાઈલ એપ દ્વારા પોતાના મોબાઈલમાં BPL યાદી જોઈ શકે છે. મોબાઈલ એપ દ્વારા BPL યાદી જોવા માટેની માહિતી નીચે પ્રમાણે છે.
● સૌપ્રથમ તો તમારે એન્ડ્રોઈડ મોબાઈલ માં ગૂગલ પ્લેસ્ટોર પર જવાનું રહેશે.
● પછી તમારે સર્ચબારમાં BPL Retion card List App લખીને સર્ચ કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે આ એપ Install કરવાની રહેશે. ત્યારબાદ તમારે આ એપને Open કરવાની રહેશે.ત્યાં તમારે ચેક લિસ્ટની લિંક દેખાશે. તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક નવું પેજ open થશે. જેમાં તમારે રાજ્યનું નામ, જિલ્લાનું નામ વગેરે માહિતી નાખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારા મોબાઈલમાં BPL યાદીનું લિસ્ટ જોવા મળશે. જે BPL યાદીમાં તમારું નામ શોધી શકો છો.
BPL યાદીમાં તમારું નામ કઈ રીતે શોધવું તેના વિશેની માહિતી :-
● BPL યાદીમાં તમારું નામ જોવા માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઈટ નીચે પ્રમાણે આપેલ છે.
● ત્યારબાદ તમારે વર્ષ, મહિનો અને Captcha code નાખીને Go બટન પર ક્લિક કરવાનું રહેશે.
● Go બટન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનું લિસ્ટ દેખાશે. તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો પસંદ કરવાનો રહેશે.
● તમે તમારા જિલ્લા પર ક્લિક કરશો તમારા જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓનું લિસ્ટ તમારી સામે દેખાશે. તમારે જે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાના નામ પર ક્લિક કરવાનું રહેશે.
● તમે તમારા તાલુકાના નામ પર ક્લિક કરશો એટલે તમારા ગામનું નામ આવશે.
● ત્યારબાદ તમારા ગામના નામની સામે બ્લુ કલરમાં આપેલ સંખ્યા પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારા ગામની BPL યાદીનું લિસ્ટ તમને જોવા મળશે.
● તમે તમારા Retion Card No. પર ક્લિક કરશો એટલે તમારા રેશનકાર્ડ માં જેટલા નામ હશે તેટલા નામ તમને જોવા મળશે.
આમ તમે BPL યાદીમાં તમારું નામ જોઈ શકો છો.
નરેગામાં તમારું નામ જોવા માટે નીચે પ્રમાણે ની પ્રોસેસ કરો.
● સૌપ્રથમ તમારે નરેગાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
● પછી તમારે state, district, block, અને panchayat select કરવાનું રહેશે.
● પછી તમારે નીચે આપેલ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારા ગામનું લિસ્ટ જોવા મળશે. જેની તમે print પણ કાઢી શકો છો.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર
Technically navin Homepage | અહી ક્લિક કરો |
---|---|
BPL Yadi Official website | અહી ક્લિક કરો |
Narega List Official website | અહી ક્લિક કરો |
BPL Yadi Mobile App | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।