E Nirman Card Details
Name of the Scheme :- E Nirman Gujarat
Scheme Started by :- Government of Gujarat
Post Category :- Scheme
Registration :- Online Apply / Mobile App
Official website :- www.enirmanbocw.gujarat.gov.in
E Nirman Card માટેની પાત્રતા :-
● E Nirman card માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવનાર ઉમેદવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
● વ્યક્તિ નો ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
છેલ્લા 12 મહિનામાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કરેલ હોવું જોઈએ.
ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
● આધારકાર્ડ
● બેંકની પાસબુક
● આવકનો દાખલો
ઈ નિર્માણ કાર્ડ કોણ કોણ કઢાવી શકે ?
● ચણતર કામ કરનાર
● ચણતર કામના પાયા ખોદકામ કરનાર
● ધાબા ભરવાનું કામ કરનાર
● ઈંટો, માટી કે સમાન ઉપાડવાનું કામ કરનાર
● સાઈટ ઉપર મજૂરી કામ કરનાર
● ટાઈલ્સ નું કામ કરનાર
● પથ્થર કાપનાર તથા ફિટિંગ કામ કરનાર
● કલરકામ કરનાર
● ગટરકામ કરનાર
● ઇલેક્ટ્રિશિયનનું કામ કરનાર
● રસોડા કિચન બનાવવાનું કામ કરનાર
● દરવાજા ફેબ્રિકેશન
● સિક્યોરિટી સિસ્ટમ
● ગ્રીલ, બારી દરવાજાનું કામ કરનાર
● સુથારીકામ કરનાર
● ઈંટો અને નળિયાં બનાવવાનું કામ કરનાર
● સોલાર પેનલ
● સ્વિમિંગ પુલ બનાવનાર
● જાહેર બગીચાઓ બનાવવા
● ખાણ , ખનીજ ક્ષેત્રે કામ કરનાર શ્રમિકો
ઓનલાઈન નોંધણી કરવા માટેની પ્રક્રિયા :-
● E Nirman Mobile Application દ્વારા તમે E Nirman કાર્ડ માટે નોંધણી કરી શકો છો.
● તમારી નજીક આવેલ કોમન સર્વિસ સેન્ટર (CSC) અને ઈ - ગ્રામ કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકો છો.
● E Nirman card ની ઓફિશિયલ વેબસાઈટ www.enirmanbocw.gujarat.gov.in મારફતે સ્વનોંધણી કરી શકો છો.
E Nirman Card નોંધણી ના ફાયદા/લાભ :-
● બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવેલ તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને મળવાપાત્ર થાય છે.
● ધન્વંતરિ રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચો :ડુપ્લિકેટ માર્કશીટ માટે અહીંથી અરજી કરો
● વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
● નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ ની મર્યાદામાં દરેક પ્રસુતિ માટે Rs. 27,500 /- રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે.
● શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયા માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.
● મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીના નામે 10000/- રૂપિયા ના (FD) બોન્ડ આપવામાં આવે છે.
● સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલ ની સુવિધા આપવામાં આવે છે.
● આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત 3 લાખ રૂપિયા અને અત્યેષ્ટિ યોજના અંતર્ગત 7000 /- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
● શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000 /- અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો :તંદુરસ્ત શરીર માટેના સૂત્રો
● શિક્ષણ સહાય યોજના હેઠળ 2 સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500 /- થી 40,000 /- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
Important Link
Technicallynavin Homepage | Click Hare |
---|---|
E Nirman Card Official website | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।