Tractor Subsidy Sahay Yojana 2023 : ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી

Tractor Sahay Yojana 2023 :- 

અત્યારે દેશના દરેક ગામડે ખેડૂતો ટ્રેક્ટર નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા જોવા મળે છે. દેશના ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા જોવા મળે છે. ગુજરાત રાજ્ય ખેતી ખેત્રે અનેક અવનવી પદ્ધતિ ઓ વિકસાવીને દેશ અને દુનિયા ને એક નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂતો  માટે ખેતીને લાગતી અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. સરકાર દ્વારા બહાર મુકવામાં આવેલ યોજનાઓ નો લાભ લઈને ખેડૂતો પોતાની આવક બમણી કરી શકે છે. 





સરકાર દ્વારા ikhedut Portal પણ બહાર બનાવવામાં આવ્યું છે.  આ પોર્ટલ પર જઈને ખેડૂતો ખેડૂતોને લગતી યોજનાઓ ના અરજી ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા ભરી શકે છે.
વિશેષમાં ગુજરાત સરકાર દ્વારા  ખેત ઉત્પાદન વધારવા મારે ઉત્તમ બિયારણ, 0 % ના દરે પાક ધિરાણ પણ ખેડૂતોને આપવામાં આવે છે. 

Tractor Sahay Yojana 2023 Details :- 

● યોજનાનું નામ :- Tractor Sahay Yojana 2023

● આ યોજનાનો હેતુ :- ખેડૂતોને પાકમાં સારું ઉત્પાદન લેવા માટે અને ટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી મેળવવા માટે

● કેટેગરી :- સરકારી યોજના

● લાભાર્થી :- ગુજરાતના તમામ ખેડૂતો 

● ઓફિશિયલ વેબસાઈટ :- ikhedut.gujarat.gov.in



Tractor Subsidy Sahay Yojana 2023 :- 


Tractor Subsidy Sahay Yojana 2023 નો લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના એ રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજના છે. આ યોજનામાં ખેડૂતોને ટ્રેક્ટર ની ખરીદી પર 40 % થી 50 % સુધીની સબસિડી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ટ્રેકટર સબસિડી સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત ના ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક સહાય મળી રહે તે છે. 

આ પણ વાંચો :- 








આ યોજના માટેના યોગ્યતા માપદંડ :- 

● કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. 

● આ યોજના માટે અરજી કરતો લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ. 

● લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતો હોય તો તેમને પણ લાભ મળી શકે છે. 

● ટ્રેક્ટર સબસિડી યોજના લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut portal પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. 


Document for Tractor Subsidy Sahay Yojana 2023 :- 


આ યોજનામાં ફોર્મ ભરવા માટે ખેડૂતોએ ikhedut portal પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. 

● જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

● સક્ષમ અધિકારી નું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

● જમીનના 7/12 અને 8 અ ના ઉતારાની નકલ

● આધારકાર્ડ ની નકલ

● બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક

● વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો) 


Tractor Subsidy Sahay Yojana  2023 નું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી :- 

● સૌપ્રથમ google પર જઈને નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

● પછી તમારે બાગાયતી યોજનામાં ક્લિક કરવાનું રહેશે. પછી તમામ યોજનાઓ ના લિસ્ટ તમને જોવા મળશે.

● ત્યારબાદ તમારે ક્રમ નંબર 25 માં ટ્રેક્ટર (20 PTO HP સુધી) વિભાગમાં જમણી બાજુ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે રજીસ્ટર્ડ અરજદાર છો ? તેમાં ના પર ક્લિક કરીને આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે નવી અરજી કરવા પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમારે માગેલ તમામ માહિતી ભરવાની રહેશે. 

● પછી તમારે કેપ્ચા કોડ ભરીને અરજી સેવ કરવાની રહેશે. 

● અરજીમાં તમારે ભૂલ હોય તો અરજી અપડેટ કરો પર ક્લિક કરીને ભૂલ સુધારી શકો છો. 

● પછી તમારે માગેલ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 

● ત્યારબાદ તમારે અરજી કન્ફોર્મ કરવાની રહેશે. 

● પછી અરજીની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે. 

નોંધ ;- ikhedut Portal પર આપેલ તમામ સૂચના વાંચી લેવી.


Important Link 


Tractor Subsidy Sahay Yojana Apply Online Click Hare
Homepage Click Hare

Post a Comment

0 Comments