મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. હાલમાં ગુજરાતમાં ઘણા પરિવારો એવા છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર /મકાન નથી. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પરિવારોને આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે રૂ. 1,20,000 /- સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસુચિત જાતિના લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
Dr. Ambedkar Awas Yojana (ડૉ. આંબેડકર આવાસ યોજના) Details :-
યોજનાનું નામ | Dr. Ambedkar Awas Yojana (આંબેડકર આવાસ યોજના) |
---|---|
યોજનાના લાભાર્થી | અનુસૂચિત જાતિના નાગરિકો |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | Rs. 1,20,000 /- રૂપિયા ની સહાય |
હેલ્પલાઈન નંબર | 07923259061 |
Ambedkar Awas Yojana નો મુખ્ય હેતુ :-
આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકો જે જેમની આર્થિક સ્થિતિ સારી ના હોય અને ગરીબી રેખા નીચે જીવતા હોય તેવા ઘર વિહોણા પરિવારોને તબક્કાવાર આવાસ પુરા પાડવાનો છે.
આ યોજના અંતર્ગત જે પરિવારો ઘર વિહોણા છે અને ખુલ્લો પ્લોટ ધરાવે છે તેવા પરિવારોને સરકાર દ્વારા પાકું ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 /- રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. આ યોજનાના ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો Rs. 40,000 /- ,બીજો હપ્તો Rs. 60,000 /- ,અને ત્રીજો હપ્તો Rs. 20,000 /- ની સહાય આપવામાં આવે છે. આમ, આ યોજના અંતર્ગત કુલ Rs. 1,20,000 /- રૂપિયાની સહાય આપવામાં આવે છે.
Dr. Ambedkar Awas Yojana (આંબેડકર આવાસ યોજના) ના લાભાર્થી , આ યોજનાનો લાભ કોણ લઈ શકે :-
● આંબેડકર આવાસ યોજના નો લાભ લેવા માટે કઈ કઈ પાત્રતા હોવી જોઈએ તેની તમામ માહિતી નીચે આપેલ છે.
● આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
Also Read
● આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
● આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના લોકો કે જેમની આર્થિક સ્થિતિ સારી ના હોય તેમને મળી શકે છે.
● આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક Rs. 6,00,000 /- અને શહેરી વિસ્તાર માટે Rs, 6,00,000 /- વધુ ના હોવી જોઈએ.
● જો લાભાર્થીએ અગાઉ આવી કોઈપણ યોજનાનો લાભ લીધેલ હશે તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં. અથવા તો અરજી નામંજૂર કરવામાં આવશે.
● લાભાર્થી એ પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી કરતી વખતે પોતાનું નામ અને વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
● ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની બે નકલ અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
● આ યોજનાનો બીજો હપ્તો મળી ગયા બાદ લાભાર્થી એ મકાનનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
● આ યોજના અંતર્ગત મકાનનું કામ પૂર્ણ થઈ જાય ત્યારે લાભાર્થી એ આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
Ambedkar Awas Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ :-
● અરજદારનું આધારકાર્ડ
● જાતિનો દાખલો
● રેશનકાર્ડ
● આવકનો દાખલો
● જમીન માલિકીનો પુરાવો
● રહેઠાણ નો પુરાવો
● બેંક પાસબુક
● જે જમીન પર ઘર બનાવવાનું હોય જે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા નકશાની નકલ
● મકાન બાંધકામ ચિઠ્ઠી
આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
● આંબેડકર આવાસ યોજના નો લાભ લેવા માટે તમે નીચે આપેલ માહિતી પ્રમાણે ઓનલાઈન અરજી કરી શકો છો.
● આંબેડકર આવાસ યોજના નું Online Form ભરવા માટે તમારે સૌપ્રથમ Official website પર જવાનું રહેશે.
● પછી તમારે New Registration પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● તમામ માહિતી ભરીને Submit કરવાનું રહેશે.
● પછી તમારા મોબાઈલ માં SMS દ્વારા ID અને Passward મોકલવામાં આવશે. જેના દ્વારા તમારે Login કરવાનું રહેશે.
● તમે જ્યારે લોગીન કરશો તો તમામ યોજનાનું List ખુલશે. તે લિસ્ટમાંથી તમારે આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે માગેલ તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
● ત્યારબાદ તમારે માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમામ માહિતી ચોક્સાઈપૂર્વક ચેક કરીને અરજીને Save કરવાની રહેશે.
● અરજીને Save કર્યા બાદ અરજીને Submit કરવાની રહેશે.
● તમે અરજીને Submit કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર SMS દ્વારા મોકલવામાં આવશે.
● ત્યારબાદ તમારે ભવિષ્યમાં કામ માટે અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
Ambedkar Awas Yojana Important Link (આંબેડકર આવાસ યોજનાની મહત્વપૂર્ણ લિંક ):-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
આંબેડકર આવાસ યોજના સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
1 Comments
GOOD
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।