મિત્રો આ આર્ટિકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ઘણી મહિલાઓ ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પ્રસુતિ દરમિયાન સામાજિક કારણોસર ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આવી મહિલાઓ માટે ગુજરાત સરકાર દ્વારા ચિરંજીવી યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત મહિલાઓ ને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય, સુરક્ષા, યાત્રાનું ભાડું, અને સ્વાસ્થ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ચિરંજીવી યોજનાની સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેના વિશેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
Chiranjeevi Yojana Gujarat (ચિરંજીવી યોજના ગુજરાત) Details :-
યોજનાનું નામ | ચિરંજીવી યોજના ગુજરાત |
---|---|
યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
યોજનાના લાભાર્થી | ગરીબી રેખા નીચે આવતી મહિલાઓ |
વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
ચિરંજીવી યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય | પ્રસુતિ દરમિયાન આર્થિક સહાય |
હેલ્પલાઈન નંબર | 7923232611 |
ચિરંજીવી યોજના ગુજરાત માહિતી :-
આ ચિરંજીવી યોજના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2005 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મહિલાઓને પ્રસુતિ દરમિયાન આર્થિક સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે મહિલાઓને સ્વાસ્થ્ય ખર્ચ પેટે રૂ. 200 /- , યાત્રા ખર્ચ પેટે રૂ. 30/- અને આર્થિક સહાય પેટે રૂ. 30/- આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ 1,63,609 મહિલાઓએ લાભ લીધો છે.
Chiranjeevi Yojana Gujarat લાભાર્થી મહિલાઓની યોગ્યતા :-
આ યોજનાનો લાભ નીચે મુજબની પાત્રતા ધરાવતી મહિલાઓ લઈ શકે છે.
● આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ગુજરાત નો રહેવાસી હોવો જોઈએ.
● આ યોજનાનો લાભ BPL અને ગરીબી રેખા નીચે આવતા લોકોને મળે છે.
● ગરીબી રેખા નીચે આવતા APL ધારકોને પણ આ યોજનાનો લાભ મળે છે.
● અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
ચિરંજીવી યોજના નો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ :-
● લાભાર્થીનું આધારકાર્ડ
આવકનો દાખલો
● B.P.L. Ration Card
● Bank Passbook
● Ration Card
● જાતિનો દાખલો
● જો BPL કાર્ડ ના હોય તો તલાટી નો આવકનો દાખલો
ચિરંજીવી યોજના ગુજરાત માટે મળવાપાત્ર લાભ:-
● ચિરંજીવી યોજના અંતર્ગત લાભાર્થીને નીચે મુજબ લાભ મળે છે.
● આ યોજના અંતર્ગત મહિલાઓ ને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે છે.
● આ યોજના અંતર્ગત મહિલાને પ્રસુતિ દરમિયાન સ્વાસ્થ્ય ખર્ચ પેટે રૂ.200 /- , યાત્રા ખર્ચ પેટે રૂ. 30 /- , આર્થિક સહાય પેટે રૂ. 30 /- આપવામાં આવે છે. અને પ્રસુતિ સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
ચિરંજીવી યોજના ગુજરાત માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
● લાભાર્થી એ ચિરંજીવી યોજનાની અરજી ઓફલાઈન કરવાની રહેશે.
● ચિરંજીવી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર, હોસ્પિટલ કે P.H.C. સેન્ટરેથી મેળવી લેવાનું રહેશે.
● ચિરંજીવી યોજનાનું ફોર્મ ભરીને ફોર્મની સાથે આવકનો દાખલો, રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ સાથે જોડીને હોસ્પિટલમાં જમા કરાવવાનું રહેશે.
Important Link (મહત્વપૂર્ણ લિંક):-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
Official Website | અહી ક્લિક કરો |
Whatsapp Group Joine | અહી ક્લિક કરો |
1 Comments
Saras
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।