મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ - 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં Drop Out દર ઘટે તે હેતુને ધ્યાનમાં રાખીને ધોરણ - 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ની પરીક્ષા લેવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ ને દર વર્ષે રૂ. 12000 /- લેખે 4 વર્ષના રૂ. 48000 /- શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા NMMS નુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
NMMS જાહેરનામું 2024 Details :-
પોસ્ટનું નામ | NMMS જાહેરનામું 2024 |
---|---|
યોજનાનું નામ | નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 20 ફેબ્રુઆરી, 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી, 2024 |
પરીક્ષા ની તારીખ | 7 એપ્રિલ, 2024 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
NMMS 2024 માટેની જરૂરી લાયકાત :-
● જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S. ની પરીક્ષા આપી શકશે.
● General Category અને OBC Category ના વિદ્યાર્થીએ ધોરણ 7 માં ઓછામાં ઓછા 55 % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
● SC અને ST વિદ્યાર્થીઓ એ ધોરણ 7 માં ઓછામાં ઓછા 50 % ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
પરીક્ષા ફી :-
● General Category, EWS, OBC Category ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. 70 /- ભરવાના રહેશે.
● PH, SC,ST Category ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. 50 /- ભરવાના રહેશે.
આવક મર્યાદા :-
● NMMS ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવાર ના વાલીની વાર્ષિક આવક રૂ. 3,50,000 /- થી વધારે ના હોવી જોઈએ.
● વિદ્યાર્થી ના આવેદનપત્ર ની સાથે વાલીના વાર્ષિક આવક ના દાખલાની પ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે.
N.M.M.S. પરીક્ષા નું માળખું :-
● પરીક્ષા ની ભાષા અંગ્રેજી તથા ગુજરાતી રહેશે.
● વિદ્યાર્થી જે ભાષા પસંદ કરશે તે ભાષામાં પ્રશ્નપત્ર આપવામાં આવશે.
● આ પરીક્ષા બહુવિકલ્પ અને હેતુલક્ષી પ્રશ્નો વાળી રહેશે.
● દરેક પ્રશ્નનો 1 ગુણ મળવાપાત્ર રહેશે.
● આ પરીક્ષામાં માઈનસ પદ્ધતિ નથી.
ક્વોલિફાઇંગ ગુણ :-
● જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના ઉમેદવારો ને બંને વિભાગમાં કુલ મળીને 40 % ગુણ મેળવવાના રહેશે.
● SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ એ બંને વિભાગમાં કુલ મળીને 32 % ગુણ મેળવવાના રહેશે.
N.M.M.S. પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની માહિતી :-
● NMMS પરીક્ષા માટે online Apply કઈ રીતે કરવી તેની તમામ માહિતી નીચે આપેલ છે.
● NMMS પરીક્ષા માટે Online Apply કરવા માટે સૌપ્રથમ તમારે Official website પર જવાનું રહેશે.
● ત્યારપછી તમારે Apply Online ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે જરૂરી માગેલ માહિતી ભરવાની રહેશે.
● ત્યારબાદ તમારે તમામ માહિતી ભરીને Save કરવાની રહેશે.
● પછી તમારે માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે.
● પછી તમારે તમારે અરજીને ફાઇનલ સબમિટ કરવાની રહેશે.
● પછી તમારે તમારી કેટેગરી પ્રમાણે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે.
● પછી તમારે ભવિષ્યમાં કામ માટે અરજી ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે.
Important Link (મહત્વપૂર્ણ લિંક):-
Homepage | Click Hare |
---|---|
Official Website Apply Online | Click Hare |
Notification Read | Download Hare |
FAQ
Question : 1
👉 N.M.M.S. પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
● www.sebexam.org
Question : 2
👉 N.M.M.S પરીક્ષા માટે ઉમેદવાર ના વાલીની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
● રૂ. 3,50,000 /-
" આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !"
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।