નમસ્તે મિત્રો આજના આ આર્ટિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉનાળાની ઋતુમાં આપણે ઠંડુ પાણી પીએ છીએ. ઉનાળામાં દરેક માણસને ઠંડુ પાણી પીવાની જરૂર હોય છે. અત્યારે લગભગ દરેક ઘરમાં ફ્રીઝ હોય છે. ફ્રીઝનું પાણી પીવાથી શરીરને ઘણું નુકશાન થાય છે. માટલાંનું પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.
માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવમાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે છે. ઉનાળાની ઋતુમાં તરસ ખૂબ લાગે છે તેથી શરીરને વધારે પાણીની જરૂર પડે છે. તેથી માટીના વાસણોમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ખરેખર માટીમાં ઘણા પ્રકારમાં રોગો સામે લડવાની ક્ષમતા છે. ઘડામાં રાખેલું પાણી આપણું સ્વાથ્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આજે આમે તમને માટીના વાસણમાં પાણી પીવાના ફાયદા જણાવીશું :-
કબજિયાત :-
ઉનાળો આવે એટલે લોકો ફ્રીઝનું પાણી પીવાનું શરૂ કરી દે છે. બર્ફીલું પાણી પીવાથી કબજિયાત થાય છે અને ગાળામાં દુખાવો પણ થાય છે. ઘડાનું પાણી ખૂબ ઠંડુ ન હોવાથી કબજિયાત કે ગળામાં દુખાવો થતો નથી.
એસિડિટી :-
એસીડિટીનું મુખ્ય કારણ ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવું એ છે. માટલાંના પાણીમાં કુદરતી ખનીજ હોય છે જે એસિડિટી રોકે છે. એ માટે એસિડિટીની સમસ્યાવાળા લોકોએ માટલાનું પાણી પીવાથી ફાયદો થશે.
રોગપ્રતિકારક શક્તિ :-
નિયમિત માટીના ઘડાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચન શક્તિમાં સુધારો થાય છે. પ્લાસ્ટિકની બોટલોમાં પાણીનો સંગ્રહ કરવાથી તેમાં રહેલા પ્લાસ્ટિકમાંથી અશુદ્ધિઓ એકત્રિત થાય છે. માટીના ઘડામાંથી પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થાય છે. સગર્ભા મહિલાઓને ફ્રીઝમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ.
માટીના ઘડામાં રાખેલું પાણી સગર્ભા મહિલાઓના સ્વાથ્ય માટે ફાયદાકારક છે. માટલાનું પાણી વાતદોષને સંતુલિત કરે છે. માટીના વાસણ ઝેરી પદાર્થો શોષી લે છે. માટીમાં શુદ્ધિકરણના ગુણધર્મો હોય છે. માટીના ઘડામાં માઇક્રોસ્કોપિક છિદ્રો હોય છે. આ છિદ્રો એટલા સૂક્ષ્મ હોય છે કે નરી આંખેથી જોઈ શકાતા નથી. પાણીની ઠંડક બાષ્પીભવનની ક્રિયાને આભારી છે. વધુ બાષ્પીભવન વધારે ઠંડુ પાણી આપે છે. માટીના વાસણનું પાણી આ નાના નાના છિદ્રોમાંથી બહાર આવતું રહે છે. ગરમીને લીધે પાણી વરાળ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં માટીના ઘડાના તાપમાનમાં ઘટાડો થાય છે અને પાણી ઠંડુ રહે છે.
આ પણ વાંચો :-
ભારતના લોકોની વિશેષતા
પહેલાના સમયના લોકો માટીના વાસણમાંથી પાણી પીતા હતા. માટીના ઘડામાં પાણી કુદરતી રીતે ઠંડુ હોવાથી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. પરંતુ હવે લોકોના ઘરોમાં ફ્રીઝ આવી ગયા છે અને માટીના વાસણોનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે. માટીના ઘડાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે તેના ઘણા લાભો પણ છે. ફ્રીઝનું ઠંડુ પાણી પીવાથી શરદી અને ઉધરસ થાય છે. પરંતુ માટીના ઘડાનું ઠંડુ પાણી પીવાથી આવી બીમારીનો સામનો કરવો પડતો નથી. માટીના ઘડાનું પાણી એસિડિટી ઘટાડે છે. કેન્સર જેવા જૂના રોગોને અટકાવે છે. ડિહાઈડ્રેશન અટકાવે છે. પાચન શક્તિ વધારે છે. માટીના ઘડાનું પાણી એસિડિટીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને પીએચ ને સંતુલિત કરે છે. માટીના વાસણમાં સંગ્રહિત પાણી સનસ્ટ્રોક ટાળવામાં મદદ કરે છે કારણ કે તે પોષક તત્વો અને ખનિજો જાળવી રાખે છે. માટીના વાસણના પાણીમાં વધુ ખનીજો હોય છે. જેમ કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ વગેરે. માટીના ઘડાનું પાણી ચયાપચયમાં સુધારો કરે છે અને વજન ઘટાડે છે. માટીના વાસણના પાણીમાં કોઈ ઝેરી રસાયણો હોતા નથી. પ્લાસ્ટિકની બોટલમાંથી જે પાણી પીએ છીએ તેમાં રહેલા રસાયણોને કારણે આપણું વજન વધી જાય છે.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।