આ જાણકારીની મદદથી આપણે આધારકાર્ડની સાથે મોબાઈલ નંબર લિન્ક છે કે નહીં તેના વિશે જાણી શકીશું. કારણ કે આધારકાર્ડની સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો ખુબજ આવશ્યક છે. આધારકાર્ડની સાથે મોબાઈલ નંબર લિન્ક હોવાથી કઈ સરકારી સુવિધાઓનો લાભ મેળવી શકીએ છીએ. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હોય તો તમે તમારું આધારકાર્ડ ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
અત્યારે PM Kisan Samman Nidhi Yojana માં eKyc કરવું ફરજિયાત થઈ ગયું છે. જેમાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હોય તો eKyc થઈ શકે છે. તમારે આધારકાર્ડ ને સબંધિત કોઈપણ સર્વિસનો ઉપયોગ કરો છો તો તમારા આધારકાર્ડ ની સાથે લિન્ક મોબાઈલ નંબર પર એક OTP આવે છે. એ OTP નો ઉપયોગ કરીને તમે આધારકાર્ડ સબંધિત કોઈપણ સર્વિસનો ઉપયોગ અથવા લાભ લઈ શકો છો.
તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક છે કે નહીં તે જાણવા માટે નીચે આપેલ સ્ટેપ પ્રમાણે કરવાથી જાણી શકો છે.
👉 પહેલા તો તમારે આધારકાર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર જાઉં પડશે.
👉 ઓફિસિયલ વેબસાઇટ પર જવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને જઈ શકશો.
👉 ઓફિસિયલ વેબસાઈટ જશો એટલે તમારી સામે ઘણાબધા ઓપ્શન જોવા મળશે.
👉 તેમાંથી તમારે My Adhaar ઓપ્શનની અંદર Aadhaar Services ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
👉 Aadhaar services પર ક્લિક કરશો એટલે તમારે Verify an Aadhaar Number પર ક્લિક કરવાનું રહેશે.
👉 Verify an Aadhaar Number પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે.
👉 જેમાં તમારે તમારો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
👉 આધારકાર્ડ નંબરની નીચે તમારે બોક્ષમાં આપેલ Captcha Code નાખવાનો રહેશે.
👉 Captcha Code નાખીને નીચે આપેલ Procced And Verify Aadhaar બટન પર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે તમારો આધારકાર્ડ નંબર અને તમારી ઉમર તમારું રાજ્ય અને નીચે તમારા આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિન્ક છે તે બતાવવામાં આવશે.
જો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક નહીં હોય તો null લખેલ આવશે.
જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક ન હોય તો વહેલી તકે મોબાઈલ નંબર લિન્ક કરાવી લેવો જેથી કરીને આધારકાર્ડ સંબંધિત સરકારી લાભ મળી શકે.
આ પણ વાંચો :-
Technicallynavin :-
Home Page
1 Comments
Good
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।