ભારતના જાણીતા ગણિતશાસ્ત્રી અમિયા ચરણ બેનરજી

અમિયા ચરણ બેનરજીનો જન્મ 23 જાન્યુઆરી, 1891 ના રોજ ભાગલપુરમાં થયો હતો. તેઓ ભારતના જાણીતા ગણિતશાસ્ત્રી હતા. તેમના પિતા જ્ઞાન ચંદ્ર બેનરજી સ્વામી વિવેકાનંદના સહાધ્યાયી હતા. અમિયા ચરણ બેનરજી નો જન્મ જમીનદાર પરિવારમાં થયો હતો.  તેમના પિતાએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું, તેથી તેમની ઇચ્છા હતી કે તેમનો દીકરો પણ સારું શિક્ષણ મેળવી અને ભણી ગણી ને નામ રોશન કરે. જોકે એ સમયે આઝાદી ની ચળવળ જોર પકડી રહી હતી. બ્રહ્મો સમાજની સ્થાપના એ સમયે થઈ હતી. ઘણા લોકો બ્રહ્મો સમાજ તરફ આકર્ષાઈ રહ્યા હતા. અમિયા પણ વિદ્યાર્થી કાળમાં બ્રહ્મો સમાજ તરફ આકર્ષાયા હતાં. તેમને ભણવાનું છોડી દીધું અને બ્રહ્મો સમાજમાં જોડાઈ ગયા. અમિયાના પિતાને પોતાનો દીકરો બ્રહ્મો સમાજમાં જોડાયો તે જરાય  ગમ્યું નહીં. અમીયા ના પિતા અમીયા પર ગુસ્સે થઈ ગયા. અમીયા ના પિતા ના મતે જિંદગીમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે.


      શિક્ષણના ભોગે અમીયા અન્ય કોઇ પ્રવૃત્તિમાં જોડાય તેવું તેમના માતા-પિતા ઈચ્છતા ન હતા તેથી અમીયા ના પિતા એ અમીયા ને સમજાવીને ઘરે લાવવાની કોશિશ કરી. પરંતુ અમિયા ના પિતા આપ પ્રયત્નમા નિષ્ફળ રહ્યા. પરંતુ અમીયા બ્રહ્મો સમાજ ને છોડવા માટે તૈયાર ન થયા. અમીયા દેશની અને સમાજની સેવા કરવા માટે મનમાં નિશ્ચય કરીને બેઠા હતા. અમિયાના પિતાને વિદ્યાર્થીકાળમાં અમીયાની આવી જીદ ન ગમી. તેથી અમીયા ના પિતા એ અમીયાને ઘરમાંથી કાઢી મૂક્યા.
        અમીયાને થોડા સમય બાદ સમજમાં આવ્યું કે જીવનમાં વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને તે સારું શિક્ષણ મેળવીને પણ સમાજમાં તેમનું યોગદાન આપી શકશે અને લોકોની સેવા કરી શકશે. આમ વિચારીને તેમણે ફરીથી શાળાએ જવાનું શરૂ કર્યું અને ત્યાર પછી ભણવામાં ખૂબ ધ્યાન આપવા લાગ્યા. અમીયાનો શાળામાં ફેવરિટ વિષય ગણિત હતો. જોકે અમીયા શાળા અને કોલેજ કાળ દરમ્યાન બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા રહ્યા. તેઓ તેમાં સક્રિય ન હતા પણ તેમણે બ્રહ્મ સમાજ માં કામ કરવાનો ચાલુ રાખ્યું હતું.
       અમિયાએ ઇંગ્લેન્ડ જઈને ગણિતશાસ્ત્રમાં ડિગ્રી મેળવી. અમિયા તેમના પ્રેમાળ સ્વભાવને કારણે પોતાના મિત્ર વર્તુળમાં ખૂબ લોકપ્રિય હતા. અમિયાએ ભારત પરત ફરીને અલ્હાબાદ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું.  મેઘનાદ સહા અને નીલ રતન ધાર જેવા વિજ્ઞાનીઓ તેમના સહકર્મચારીઓ હતા. એસ્ટ્રો ફિઝીકસ ના વિષયમાં અમિયાએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમની કામ પ્રત્યેની નિષ્ઠા, શિક્ષણ માટેનો અગાધ પ્રેમ, વિદ્યાર્થીઓ તરફનો તેમનો લગાવ અને સમાજ માટે કંઈક કરવાની ખેવાનાને કારણે તેઓઅલ્હાબાદ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા. 
      અમિયા બ્રહ્મો સમાજ માટે કામ કરતા રહ્યા. તેમને ભારતની ખ્યાતનામ સંસ્થાઓમાં લેકચર આપવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું. ભારત સરકારે અમિયાને વેધશાળાઓના અભ્યાસ માટે યુરોપ અને અમેરિકાની મુલાકાતે મોકલ્યા હતા. જેથી તેઓ આ દેશોમાં જાય અને ત્યાંની વેધશાળાઓનો અભ્યાસ કરે અને ભારતમાં આવેલી વેધશાળાઓમાં સુધારો કરી શકે. 

       વર્ષ 1969 માં આયોજિત ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના 56 માં અધિવેશન માટે પ્રેસિડેન્ટ તરીકે તેમનું નામાંકન કરવામાં આવ્યું હતું. જોકે, 31 મે, 1968 ના રોજ અમિયા ચરણ બેનરજી નું મૃત્યુ થયું હતું. 
ભારતના આ મહાન પુરુષ વિશે પણ માહિતી મેળવો.

મહાન પુરુષ જીવન ચરિત્ર
સરદાર વલ્લભભાઈ પટેલ Click hare
ભીમરાવ આંબેડકર Click hare

આમ, આવા અનેક ગણિતશાસ્ત્રીઓ ભારતમાં થઈ ગયા છે જેમને ભારતના વિકાસમાં ખૂબ ફાળો આપેલ છે. 

Post a Comment

0 Comments