Pashupalan Loan Yojana- 2022- પશુપાલન સહાય યોજના -2022

મિત્રો આ પોસ્ટ માં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં તમામ ખેડૂતો માટે અલગ અલગ વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પશુપાલનને લગતી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે.

 જે વિવિધ યોજનાઓની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેમાંથી ખેડૂત પોતાને યોગ્ય યોજનામાં અરજી કરી શકે છે. સમાજ કલ્યાણને લગતી તમામ યોજનાઓ ઈ સમાજ કલ્યાણ યોજના પર મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ ગ્રામ ઉધોગ ની યોજનાઓ ઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. 
ગુજરાત સરકારે પશુપાલન ની વિવિધ યોજનાઓ બહાર પડી છે તેની તમામ માહિતી આજે આપણે આ આર્ટીકલ માં મેળવીશું. 
યોજનાનુ નામ  પશુપાલન યોજના યાદી 
ભાષા  ગુજરાતી/English
Official website Click Hare
લાભાર્થી  ગુજરાત રાજ્યના ખેડૂતો 
અરજી કરવાની છેલ્લી તારીખ  Date: 01/05/2022 To 31/05/2022 

🔵 તમે ઓફિસિયલ વેબસાઇટ ખોલશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું પેજ ખુલશે.



🔵 જે પેજ ખોલે તે પેજમાં યોજનાઓ લખેલ હોય ત્યાં ક્લિક કરવાનું રહેશે. 

🔵 યોજનાઓ પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું પેજ ખુલશે. 

🔵 તેમાં તમારે પશુપાલનની યોજનાઓ ની લાઇનમાં વિગતો માટે અહી ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે. 



🔵 ક્લિક કરશો એટલે તમારી સામે બધી યોજનાઓનું લિસ્ટ આવશે. 

🔵 યોજનાઓના લીસ્ટમાં તમારે જે યોજનામાં અરજી કરવી હોય તે યોજનાની જમણી બાજુ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
 
🔵 ત્યાં ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. તે પેજમાં તમે રજીસ્ટર હો તો હા નહિતર ના પર ક્લિક કરવાનું રહેશે. 

🔵 પછી આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે નવી અરજી કરવા પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.

🔵 ત્યાં ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. 

🔵 તે પેજમાં તમારે  જે માગે તે માહિતી નાખવાની રહેશે.
 
🔵 માહિતી નાખીને કેપ્ચા કોડ નાખીને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે. 
 
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની ખેડૂત કલ્યાણ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવે છે. જે યોજનામાં પશુપાલન યોજનાઓ , બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ , ખેતીવાડી યોજનાઓ ગુજરાત સરકાર ખેડૂતોના પોત્સાહન માટે બહાર પાડે છે. 

જેમાં આપણે પશુપાલનની યોજનાઓ - 2022-2023 ની યાદી વિશે માહિતી મેળવીશું.
ગુજરાત પશુપાલન યોજના -2022 અને Welfare & Co- Operation Department  , ગવર્નમેંટ ઓફ ગુજરાત દ્વારા વિવિધ પશુપાલનને લગતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પશુપાલનને લગતી કુલ - 31 યોજનાઓ ગુજરાત સરકારે બહાર પાડી છે. જેની યાદી નીચે પ્રમાણે આપેલ છે. 

ક્રમ  યોજનાનુ નામ 
01 એસ. ટી. ના પશુપાલકોને પાવર ડ્રિવન ચાફ કટર ખરીદી પર સહાય 
02 એસ.ટી. ના પશુપાલકોના ગાભણ પશુઓને (ભેસ/ગાય) ખાણદાણ સહાય 
03 એસ.ટી. ના પશુપાલકોના પશુઓ (ગાય/ભેસ) ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય 
04 એસ.ટી. ના લાભાર્થીઓ માટે મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના  
05 એસ.ટી.ની મહિલા લાભાર્થીઓને બકરા એકમ (10+01) માટે સહાય 
06 એસ.સી. ના પશુપાલકોને પાવર ડ્રિવન ચાફ કટર ખરીદી પર સહાય 
07 એસ.સી. ના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેસ) ખાણદાણ સહાય
08 એસ.સી. ના પશુપાલકોના પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય/ભેસ વર્ગના 2 પશુઓ માટે)
09 એસ.સી. ના પશુપાલકોના પશુઓ (ગાય/ભેસ) ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય 
10 એસ.સી.ની મહિલા લાભાર્થીઓ માટે  બકરા એકમ (10+01) માટે સહાય
11 એસ.સી. ના લાભાર્થીઓ માટે 100 બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અને મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના 
12 એસ.સી. ના લાભાર્થીઓ માટે મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
13 આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના 
14 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને 12 % વ્યાજ સહાય 
15 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને 12 % વ્યાજ સહાય 
16 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને 12 % વ્યાજ સહાય 
17 જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (10+1) માટે સહાય 
18 પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 50 દૂધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય) ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 
19 રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના 
20 રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહના આયોજન માટેની યોજના 
21 રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર સહાય 
22 રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા  સહાય
23 રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા  સહાય
24 રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર સહાય
25 રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર સહાય
26 રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા  સહાય
27 શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પોત્સાહક યોજના 
28 સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના 
29 સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રિવન ચાફકટર ખરીદી પર સહાય 
30 સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેસ) ખાણદાણ સહાય 
31 સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેસ) ના વિયન બાદ દાન ખરીદી પર સહાય 

આમ ઉપર આપેલ યોજનામાંથી તમારે જે યોજનામાં અરજી કરવી હોય તો ઓફિસિયલ વેબસાઇટ પર જઈને કરી શકો છો.
આ પણ વાંચો :- 

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।