ધોરણ - 10 અને 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે જાહેર થશે તે જાણો

ધોરણ - 10 અને ધોરણ - 12 ના વિધાર્થી મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા છે. રાહ જોઈને બેઠેલા વિધાર્થી મિત્રોને જણાવવાનું કે ધોરણ - 10 નું પરિણામ જૂનમાં અને ધોરણ - 12 નું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવશે. 


ધોરણ -10 અને ધોરણ -12 નું પરિણામ જાહેર થશે ત્યારે આજ પોસ્ટ પર પરિણામ મૂકવામાં આવશે. 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ઓફિશિયલ વેબસાઈટ 

💥 Gujcate Result :-

Date - 12/05/2022 

Time :- 10 AM

💥 Std 12 Since Result

Date - 12/05/2022

Time - 10 AM
 

ગુજરાતનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ -10 અને ધોરણ -12 ની બોર્ડની પરીક્ષા ગયા વર્ષે માર્ચ મહિના માં લેવામાં આવેલ હતી. પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષા મોડી લેવાયેલ હોવાથી આ વર્ષે બોર્ડનું રિઝલ્ટ 20 દિવસ મોડુ આવશે. ધોરણ - 10 અને ધોરણ- 12 સાયન્સ પરિક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ધોરણ - 12 સામાન્ય પ્રવાહની માત્ર 10 ટકા જેટલી કામગીરી બાકી છે. મે મહિનાના અંતમાં ધોરણ - 12 સાયન્સનું પરિણામ 12 મે 2022 ના રોજ સવારે 10 વાગે જાહેર કરવાનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 
                  બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષા પછી  11 એપ્રિલથી ધોરણ - 10 ની અને 13 એપ્રિલથી ધોરણ - 12 સાયન્સ ઉતરવહી મૂલ્યાંકન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉતરવહીની ચકાસણીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌપ્રથમ ધોરણ - 12 સાયન્સ ની ઉતરવહી મૂલ્યાંકન ની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે ધોરણ - 10 અને ધોરણ - 12 સામાન્ય પ્રવાહ ની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. ઉતરવહી તપાસવાની કામગીરી આ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.
          ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ - 12 સાયન્સનું પરિણામ લગભગ મે મહિનાની 12 મી તારીખે સવારે 10 વાગે  અને ધોરણ - 10 અને ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન માસમાં જાહેર કરવામાં આવી શકે છે. પરિણામ જાહેર થયા પછી 13 મી જૂન થી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે. 
આ પણ વાંચો :- 

Post a Comment

0 Comments