Light Bill Online Payment

મિત્રો અત્યારે કમ્પ્યુટર યુગમાં દરેક કામ ઇન્ટરનેટ ના માધ્યમથી તમે ઘરે બેઠા કરી શકો છો. અત્યારે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. અત્યારે મોબાઇલની મદદથી ઓનલાઈન બહાર પડેલ ભરતીના ફોર્મ પણ ઘરે બેઠા ભરી શકો છો.


 
એવી જ રીતે અત્યારે તમારે ઘરે વિધુત બોર્ડ દ્વારા લાઇટ બિલ આપવામાં આવે છે.  તમે ઘરે ના હોય ત્યારે  લાઇટબિલ આવે અથવા લાઈટબિલ આવે અને તમને લાઈટબિલ ના મળે તો તમે તમારા મોબાઈલ દ્વારા કેટલું લાઈટબિલ આવ્યું તે જાણી શકો છો. અને તમે તમારું લાઈટબિલ ઓનલાઈન ઘરે બેઠા ભરી શકો છો.
 
અત્યારે અલગ - અલગ UPI Apps દ્વારા પણ ઓનલાઈન લાઈટબિલ ભરી શકાય છે. પરંતુ  વિધુત બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ભરેલ લાઇટબિલની પાવતી પણ મેળવી શકો છો. 
તમે તમારો મોબાઈલ નંબર અને ઈ- મેઈલ આઈડી ઘરે બેઠા વિધુત બોર્ડમાં એડ પણ કરી શકો છો જેની મદદથી તમારે કેટલું લાઈટબિલ આવ્યું તે જાણી શકો છો. અને જ્યારે તમે લાઈટબિલ ભરો ત્યારે લાઈટબિલ ભરાઈ ગયું તેનો મેસેજ મળે છે.

લાઈટબીલ આવે ત્યારે તમે ઘરે ના હોય અથવા તમારું લાઈટબીલ ખોવાઈ ગયુ હોય તો ત્યારે Email Id અને Mobile No.એડ હોય તમારા ફોનમાં તમને મેસેજ આવે છે. મેસેજ દ્વારા તમે કેટલું Light Bill આવ્યું તે જાણી શકો છો.  



 
● લાઈટબિલ કઈ રીતે ભરવું તેની માહિતી :-

👉 તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે Google pay, Phone Pay, Paytm, Bharat Pay જેવી ઘણી મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો.
  
👉 પ્રથમ તો તમારે કસ્ટમર નંબર નાખવાનો રહેશે.
 
👉 કસ્ટમર નંબર નાખીને તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે. 

👉 કેપ્ચા કોડ ભરીને તમારે Search પર ક્લિક કરવાનું રહેશે. 

👉 Search પર ક્લિક કરશો એટલે તમારું લાઈટબિલ કોના નામે છે , કેટલું લાઈટબિલ આવ્યું છે, કઈ તારીખે લાઈટબિલ આવ્યું છે, લાઈટબિલ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, આ લાઈટબિલ આવ્યું તે પહેલાનું લાઈટબિલ કેટલું હતું તે પણ જાણી શકો છો.
 
👉 તમે તમારું લાઈટબિલ ડાઉનલોડ પણ કરી શકો છો. 

👉 તમે તમારો મોબાઈલ નંબર અને E-mail Id તમારા મોબાઈલમાંથી એડ કરી શકો છો અથવા અપડેટ કરી શકો છો.
 
👉 તમારા લાઇટબિલની ડિટેલ જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો. 


● લાઈટબિલ ઓનલાઈન ભરવાની Step-by-step માહિતી :-

👉લાઈટબિલ ભરવા માટે પ્રથમ તમારે લાઈટબિલમાં આપેલ કસ્ટમર નંબર નાખવાનો રહેશે. 

👉 કસ્ટમર નંબર નાખીને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવાનો રહેશે. 
કેપ્ચા કોડ ભરીને તમારે Chack Consumer No. પર ક્લિક કરવાનું રહેશે.
 
👉 પછી તમારી સામે તમારા લાઈટબિલની ડિટેલ ખુલશે.

👉 પછી તમારે Amount to pay ની સામેના ખાનામાં તમારે બિલ રકમ નાખવાની રહેશે. 

👉 પછી નીચેના ખાનામાં e-mail address અને પછી મોબાઈલ નંબર નાખવાનો રહેશે. 

👉 પછી તમારે Select Payment Gateway ની સામે Bill Desk પર ક્લિક કરવાનું રહેશે.
 
👉 ત્યાં ક્લિક કરશો એટલે નીચે Payment via BillDesk બટન પર ક્લિક કરવાનું રહેશે.

👉 પછી એક પેજ ખુલશે ત્યાં નીચે Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

👉 પછી તમારે જેનાથી લાઈટબિલ ભરવું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

👉 તમે Debit Card પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે. 

👉 તેમાં તમારે ATM Card નંબર , કાર્ડની Expiration Date , CVV/CVC નાખવાનો રહેશે.

👉 નીચે તમારે Holder name નાખવાનું રહેશે. 

👉 પછી Make Payment પર ક્લિક કરવાનું રહેશે.
 
👉 ક્લિક કરશો એટલે તમારા ફોન પર એક OTP આવશે.
 
👉 એ OTP નાખીને નીચે આપેલ બટન પર ક્લિક કરશો એટલે પ્રોસેસ થયા પછી તમારું લાઈટબિલ ભરાઈ ગયાની એક સ્લીપ આવશે. જે સ્લીપ તમે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો.
 
● ઉત્તર ગુજરાત માટે UGVCL

👉 ઉત્તર ગુજરાતનાં ગ્રાહકો માટે ઓનલાઈન લાઈટબિલ ભરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.



● પશ્ચિમ ગુજરાત માટે PGVCL

👉 પશ્ચિમ ગુજરાતનાં ગ્રાહકો માટે ઓનલાઈન લાઈટબિલ ભરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. 



● દક્ષિણ ગુજરાત માટે DGVCL
 
👉 દક્ષિણ ગુજરાતનાં ગ્રાહકો માટે ઓનલાઈન લાઈટબિલ ભરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. 


● મધ્ય ગુજરાત માટે MGVCL
 
👉 મધ્ય ગુજરાતનાં ગ્રાહકો માટે ઓનલાઈન લાઈટબિલ ભરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. 



આમ, હવે તમારે વિધુત બોર્ડમાં જઈને લાઈનમાં જઈને ઊભા રહેવાની કોઈ જરૂર પડશે નહી. ઘરે બેઠા ઓનલાઈન લાઈટબિલ ભરીને તમારો સમય પણ બચાવી શકો છો.

આ પણ વાંચો :- 


Post a Comment

0 Comments