7/12 અને 8 - અ ના ઉતારા ઘરે બેઠા મેળવવા માટે ગુજરાત સરકારના Revenue Department દ્વારા Land Record સિસ્ટમને Online બનાવવામાં આવેલ છે.
આ સિસ્ટમને E- Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. આ સિસ્ટમ ચાલુ કરીને ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો મહેસૂલી રેકોર્ડ (Land Record) નમૂના 7/12 , 8A વગેરે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ ડિજિટલ સાઈન્ડની નકલ AnyRoR Anywhere Portal અને IORA Portal પરથી ડાઉનલોડ કરી શકશે.
💥 ઓનલાઈન ઉતારા ડાઉનલોડ કરવાની ફી એક પેજ દીઠ રૂ. 5 તમારા Bank Account માંથી કપાશે.
7/12 અને 8- અ ના ઉતારા ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ :-
👉 સૌપ્રથમ તમારે AnyRoR ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
👉 AnyRoR ની Official વેબસાઇટ પર જવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
👉 ઓફિસિયલ વેબસાઇટ પર ગયા પછી તમારે DIGITALLY SIGNED ROR / ડિજિટલ સાઈન્ડ ગામ નમૂના નંબર ની નીચે લખેલ CLICK HARE પર ક્લિક કરવાનું રહેશે.
👉 ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
👉 ત્યારબાદ તમારે Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.
👉 Generate OTP પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે એ OTP તમારે ખાનામાં નાખવાનો રહેશે.
👉 ત્યારબાદ OTP નાખીને Login પર ક્લિક કરવાનું રહેશે.
👉 Login પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે Pay Amount પર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ તમે Pay Amount પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે તમારા Bank ATM Card ની માહિતી નાખવાની રહેશે.
નોંધ :-
(1) ગામ નમુના માટે ફી ઓનલાઈન ભરવાની રહેશે.
(2) ઓનલાઈન ફી ભરતા પહેલા તમારે ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ પેજ પર આપેલ સૂચના ધ્યાનપૂર્વક વાંચી લેવી.
👉 ATM (Debit card) ની માહિતી નાખીને તમારે Pay Now પર ક્લિક કરવાનું રહેશે.
👉 Pay Now પર ક્લિક કરશો એટલે તમારા બેંકમાં આપેલ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP તમારે નાખવાનો રહેશે.
👉 OTP નાખીને તમારે SUBMIT OTP પર ક્લિક કરવાનું રહેશે.
👉 SUBMIT OTP પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે જે ઉતારા ડાઉનલોડ કરવાના હોય તે પસંદ કરીને તમારે માગેલ માહિતી આપવાની રહેશે.
👉 ત્યારબાદ તમારે નીચે આપેલ Add Village Form પર ક્લિક કરવાનું રહેશે.
👉 Add Village form પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે.
👉 આ પેજમાં નીચે બોક્સમાં Generate RoR પર ક્લિક કરશો એટલે થોડીવાર પ્રોસેસ થયા પછી એજ બોક્સમાં Download RoR નું ઓપ્શન આવશે.
👉 Download RoR ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો ઉતારો ડાઉનલોડ થઈ જશે.
આ તૈયાર થયેલ ઉતારા તમે ડિજિટલ ગામ નમૂના નંબર તમારા લોગીનમાં તમે 24 કલાક સુધી તમે ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો.
નીચે આપેલ ફોર્મેટમાં ડિજિટલ સાઈન્ડવાળો ઉતારો તમે ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો :-
ડાઉનલોડ કરેલ ઉતારા ડિજિટલ સાઈન્ડ વાળા હોવાથી દરેક સરકારી કામકાજમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
તમારે તમારી જમીનનો ઈ. સ. 1952 થી તમામ રેકોર્ડ જોવો હોય તો નીચે આપેલ માહિતી પ્રમાણે જોઈ શકો છો.
◆ સૌપ્રથમ તમારે AnyRoR ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
◆ ત્યારબાદ તમારે જમીનનો રેકોર્ડ જોવા માટે - ગ્રામ્ય ની નીચે આપેલ CLICK HARE પર ક્લિક કરવાનું રહેશે.
◆ ત્યારબાદ તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરો માં તમારે જુના સ્કેલ કારેલ ગા. ન. ૭/૧૨ ની વિગતો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
◆ ત્યારબાદ તમારે જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર પસંદ કરીને તમારે નીચે Get Record Detail બટન પર ક્લિક કરવાનું રહેશે.
◆ પછી તમારી સામે ઈ. સ. 1952 થી જમીનનો રેકોર્ડ જોવા મળશે. જેમાં તમારે જમણી બાજુ View PDF પર ક્લિક કરશો એટલે તમારી જમીનની તમામ વિગત pdf માં જોવા મળશે.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ આભાર.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।