મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેખમાં ચા પીવાથી થતા ફાયદા, ગેર લાભ, ચાના પ્રકાર, ચા માં રહેલા તત્વો વિશે વિસ્તૃત માહિતી મેળવવા નો પ્રયત્ન કરીશું.
આપણે દરરોજ સવારે ચા પીએ છીએ તે ચા માં કેટલાક એવા તત્વો હોય છે જે આપણને ખૂબ ફાયદાકારક હોય છે. આપણા દેશમાં ચાનું ખૂબ જ મહત્વ છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે મહેમાન ચા પીવા માટે આપીએ છીએ.
ચા માં કયા કયા તત્વો રહેલા છે તેના વિશે માહિતી મેળવીશું :-
આપણા શરીર માટે ચા ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ચા માં અમુક એવા તત્વો રહેલા છે જે આપણા શરીરને ફાયદાકારક છે. ગ્રીન ટી હોય કે બ્લેક ટી હોય કે કોઈપણ ફ્લેવર્ ની ચા હોય તેમાં એન્ટી કેટેચિન્સ, એન્ટી ઓક્સિડેન્ટ્સ , પોલી ફેનોલ્સ જેવા તત્વો ચા માં રહેલા હોય છે જે આપણા શરીરને ફાયદાકારક છે. ચા માં રહેલા વિવિધ તત્વો શરીરની ચરબી ઘટાડે છે. શરીરની ધમનીઓના ક્લોગ્ગીગને અટકાવે છે. તણાવ ઓછો કરે છે. સ્ટ્રોક ના જોખમને ઘટાડવા અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં ચા મદદરૂપ થાય છે. હર કોઈને ગરમ ચા પીવી પસંદ હોય છે. પરંતુ જરૂર કરતાં વધુ ચા પીવી એ પણ શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે.
ચા પીવાના ફાયદા :-
મિત્રો ઘણા લોકો પાસેથી એવું સાંભળીયે છીએ કે ઘણો ચા પીવાથી શરીર માટે નુકસાનકારક છે. પરંતુ પ્રમાણમાં ચા પીવાથી આપણા શરીરને અનેક ફાયદા પણ થાય છે. તે ફાયદા કયા છે તે જાણીશું.
● દરરોજ આપણે જે ચા પીએ છીએ તેમાં કૈફિન અને ટૈટીન નામના બે તત્વો રહેલા હોય છે. જે આપણા શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે.
● ચા માં એમિનો નામનું એસિડિક તત્વ હોય છે જે આપણા મગજને સતેજ અને શાંત બનાવે છે.
● ચા માં ફ્લોરાઈડ નામનું તત્વ હોય છે જે શરીરના હડકાઓને મજબૂત બનાવે છે અને દાંતમાં પડતા કીટાનુંઓથી બચાવે છે.
● ચા પર સંશોધન કરતા જાણવા મળ્યું છે કે ચા એલર્જી લિવર, કેન્સર, હાઈ કોલેસ્ટ્રોલ કે હાર્ટના રોગો માટે ફાયદાકારક છે.
● ચા માં થિયોફાઈલિન નામનું તત્વ હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે છે તેથી તેમાં રહેલો બેક્ટેરિયા અને કફ સહેલાઈથી બહાર નીકળી શકે છે. આ ઉપરાંત ચા માં રહેલા વિવિધ તત્વો શરીરમાં રહેલા ધમનીઓને વિસ્તૃત કરે છે જેના કારણે હ્રદય માં લોહી વધારે પહોંચે છે. અને તેના કારણે હાર્ટના રોગોમાં ફાયદો થાય છે.
ચા પીવાથી થતું નુકશાન :-
જેમ નિયત માત્રામાં ચા પીવાથી આપણાં શરીરને અનેક ફાયદા થાય છે તેમ નિયત માત્રા કરતાં વધારે ચા પીવામાં આવે તો આપણા શરીરને નુકશાન પણ થાય છે. વધુ પડતી ચા પીવાથી આપણા શરીરને શુ નુકશાન થાય છે તે નીચે પ્રમાણે છે.
● આખા દિવસમાં ત્રણ કે ચાર કપથી વધારે ચા પીવાથી આપણને એસીડીટી કે ગેસ જેવી તકલીફ થઈ શકે છે.
● ચા માં રહેલા કેફીન તત્વના કારણે બ્લડ પ્રેશર વધે છે.
● વધુ પડતી ચા પીવાથી આપણી પાચન ક્રિયા નબળી પડી શકે છે.
● વધારે ચા પીવાથી હૃદયના રોગો, ડાયાબિટીસ જે વજન વધવાની સમસ્યા થઈ શકે છે.
● વધારે પડતી ચા પીવાથી આપણા દાંત ખરાબ થાય છે.
Types of Tea ચા ના પ્રકારો :-
આપણે દરરોજ ચા પીએ છીએ. પરંતુ ચા ઘણા પ્રકારની મળે છે. તો આજે આપણે ચા ના પ્રકારો વિશે જાણીશું. જે ચા ના પ્રકારો નીચે મુજબ છે. -
● બ્લેક ટી
● બ્લુ ટી
● વ્હાઈટ ટી
● યલો ટી
● રેડ ટી
● ઈરાની ચા
● કાશ્મીરી ગુલાબી ચા
● ઓલોન્ગ ચા
વિદેશી ચા ના પ્રકારો :-
ઘણા રેસ્ટોરન્ટ માં વિદેશી ચા પણ મળતી હોય છે. જે વિદેશી ચા ના પ્રકારો નીચે પ્રમાણે છે. -
● ચાઈનીઝ ગ્રીન ટી
● ઓલોન્ગ ચા
● ઈરાની ટી
● જાપાનીઝ ગ્રીન ટી
દુધવાળી ચા પીવાથી થતા ફાયદા :-
દૂધમાંથી આપણા શરીરને કેલ્શિયમ મળે છે. કેલ્શિયમ આપણા શરીરના હાડકાં અને હાડપિંજર ને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. દૂધમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ નું પ્રમાણ હોવાથી હાડકાંની મજબૂતાઈ વધે છે જેના કારણે હડકાનું ફેક્ચર થવાની સંભાવના ઘટે છે.
બ્લેક ટી પીવાથી શરીરને થતા ફાયદા :-
બ્લેક ટી એટલે દૂધ વગરની કાળી ચા જેને આપણે સાદી ભાષામાં ઉકાળો કહીએ છીએ. આ કાળી ચા એટલે કે ઉકાળો પીવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે.
● બ્લેક ટી પીવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે
● બ્લેક ચા આપણા મગજને લગતા રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે.
● બ્લેક ચા પીવાથી આપણાં પાચનતંત્ર માં ફાયદો થાય છે.
● બ્લેક ટી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્લેક ટી સુગરને કંટ્રોલ માં રાખે છે.
● બ્લેક ટી વાળ અને ત્વચાના રોગો માટે ફાયદાકારક છે.
● જ્યારે આપણે કંટાળીએ જઈએ કે થાક લાગે ત્યારે મૂડ ફ્રેશ કરવા માટે ચા પિતા હોઈએ છીએ. ચા પીવાથી આપણા માં એક નવી તાજગીનો અનુભવ થાય છે. અને થાક દૂર થાય છે.
Important Link (મહત્વપૂર્ણ લિંક) :-
Homepage | Click Hare |
---|---|
Whatsapp Group Joine | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।