નાળિયેરના પાણી પીવાથી થતાં ફાયદા

ઉનાળાની ઋતુમાં નાળિયેરનું પાણી ખુબ જ ફાયદાકારક છે. તેથી આપણે વધારેમાં વધારે નાળિયેરનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. નાળિયેરનું પાણી પીવાથી આપણાં શરીરના અનેક રોગો સામે રક્ષણ આપે છે. 





નાળિયેરના પાણીમાં એન્ટી ઓક્સિડેંટ અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. નાળિયેરનું પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નાળિયેરનું પાણી પીવું જોઈએ. 
નાળિયેરનું પાણી પીવાનો સૌથી યોગ્ય સમય સવારનો ગણાય છે.

 
નાળિયેરનું પાણી પીવાથી આપણાં શરીરને અન્ય કયા કયા ફાયદા થાય છે તેના વિશે માહિતી મેળવીશું.

 
નાળિયેરનું પાણી પીવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળે છે.:-


   પથરીની સમસ્યા હોય તેવા દર્દીને ડોક્ટર નાળિયેરનું પાણી પીવાની સલાહ આપે છે. કારણ કે નાળિયેરના પાણીમાં રહેલ ક્રિસ્ટલ પથરીને ગાળવાનું કાર્ય કરે છે.

પથરી ગળવાના કારણે પેશાબના રસ્તેથી પથરી બહાર નીકળી જાય છે. એટલા માટે જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેઓએ નાળિયેરના પાણીનું સેવન કરવું જોઈએ. 


પાણીની જરૂરિયાતને પૂરી કરે છે. :-


● ગરમીની સિઝનમાં અવારનવાર શરીરમાં પાણી ઓછું થઈ જાય છે અને પાણી ઓછું થવાને લીધે ઘણી વખત ચક્કર આવવા લાગે છે.
 
● ઉનાળામાં જરૂરી છે કે તમે શરીરને હાઈડ્રેટ રાખો.

● નાળિયેરનું પાણી પીવાથી શરીરને હાઈડ્રેટ રાખી શકાય છે.

● નાળિયેરનું પાણી પીવાથી શરીરમાં પાણીની જરૂરિયાત પુરી થાય છે અને ઉનાળાના સમયમાં પણ તમે ફ્રેશ રહી શકો છો.
 

નાળિયેરનું પાણી પીવાથી શરીરનું વજન ઓછું થાય છે. :-


● જે લોકો પોતાનું વજન ઓછું કરવા માગે છે તે લોકોએ નાળિયેરના પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે નાળિયેરના પાણીમાં ઓછી કેલેરી હોય છે. 

● નાળિયેરનું પાણી પીવાથી જરૂરી તત્વ જેવા કે, વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ અને મેગ્નેશિયન પણ મળી રહે છે. 


નાળિયેરનું પાણી પીવાથી ચહેરા પર ચમક આવે છે. :-
 

● જે લોકો દરરોજ નાળિયેરનું પાણી પીવે છે તેમના ચહેરા પર ચમક આવે છે. 

● સાથોસાથ નાળિયેરનું પાણી પીવાથી ખીલ અને ડાઘની સમસ્યામાંથી પણ રાહત મળે છે. 

● એવું કહેવામા આવે છે કે નાળિયેરનું પાણી દરરોજ પીવાથી ચહેરો યુવાન બની રહે છે.
 

નાળિયેરનું પાણી પીવાથી પેટ સ્વસ્થ રાખે છે. :- 


● નાળિયેરનું પાણી પીવાથી પેટને લગતી બધીજ પરેશાનીઓમાંથી રાહત મેળવી શકાય છે. 

● નાળિયેરનું પાણી પીવાથી કબજિયાત અને ગેસ જેવી પેટની તકલીફો દૂર થઈ જાય છે.
 
● ફક્ત એટલું જ નહીં પરંતુ નાળિયેરનું પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ખોરાક આસાનીથી પચી જાય છે.

● વળી પેટમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન થવા પર નાળિયેરનું પાણી પીવામાં આવે તો ઈન્ફેકશન માંથી ખૂબ જ જલ્દીથી રાહત મળે છે.
 

આ પણ વાંચો :- 





નાળિયેરનું પાણી હાઇબ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. :-


● નાળિયેરનું પાણી પીવાથી એનર્જીનું લેવલ વધે છે.

● બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. જો તમારે હાઇબ્લડપ્રેશરની સમસ્યા હોય તો એક અઠવાડિયામાં ઓછામાંઓછું ચાર વાર નાળિયેરનું પાણી પીવું જોઈએ. 


ડાયાબિટિશના દર્દીઓને ફાયદો થાય છે. :-


● ડાયાબિટિશના દર્દીઓ માટે નાળિયેરનું પાણી ફાયદાકારક એટલા માટે છે કારણ કે તેમાં શુગર હોતી નથી.

● નાળિયેરનું પાણી સુગર લેવલને કંટ્રોલ કરે છે.

● નાળિયેરના પાણીમાં પ્રોટીન , પ્રાકૃતિક પોટેશિયમ અને પ્રાકૃતિક મીઠાશ હોય છે જેના લીધે ડાયાબિટિશના દર્દીઓ માટે નાળિયેરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.
 
   આમ, જીવનમાં બને તેટલું નાળિયેરનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. નાળિયેરનું પાણી પીવાથી ઉપર જણાવેલ ફાયદા સિવાય બીજા ઘણાબધા ફાયદા થાય છે. નાળિયેરનું પાણી શરીર માટે ખૂબ જ ગુણકારી છે. 

Post a Comment

0 Comments